स्त्री.
એ નામની એક દેવી. તે ગ્રામદેવતા તરીકે પૂજાય છે. તે પ્લેગ, કોલેરા, શીતળા અને એવા બીજા રોગની દેવી ગણાય છે. ગુજરાતમાં તેને શીતળા તરીકે પૂજે છે. શીતળા તરીકે તેની પાસે પશુવધ થતો નથી. બીજા સ્વરૂપમાં તેની પાસે પશુવધ થાય છે. મેરીઆઈનો ભગત જાતે મહાર હોય છે. પોશાકમાં તે તેલ ચોપડેલો લાંબો ઝભ્ભો પહેરે છે અને તેના ઉપર રંગબેરંગી રૂમાલ બાંધે છે. વાળને તે વધવા દે છે અને તેનો ચોટલો બાંધે છે. હાથમાં તે લીલી બંગડી પહેરે છે, ખભામાં લાંબો ચાબૂક રાખે છે. આ ચાબૂકને કડક કહે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ