स्त्री.
એ નામની એક પુરાતની તોપ. બેદરના કિલ્લાના બુંદલા બુરજ ઉપર આ તોપ મૂકેલી છે. તે હિજરી સન ૯૦૫ એટલે ઈ.સ. ૧૪૯૯માં બનેલી છે. તેના ઉપર કોતરેલી ફારસી પંકતિઓનો અર્થ આ પ્રમાણે છે: ઘણા આનંદની વાત છે કે, બુલંદ અવાજની આ મોટી જબરદસ્ત તોપ કે જે આકાશના કોઈ ખૂણામાંથી ચલાવવામાં આવે તો પહાડને પણ જડમાંથી ઉખેડી દે. નવશેરવાંના જેવો ન્યાયી બાદશાહ કાસમ બરીબ જે હિંદ, સિંધ અને દખ્ખણના મુલ્કનો માલિક છે. મુહર્રમનો મહિનો હતો કે તોપ બનીને તૈયાર થઈ. બાદશાહે સફશિકનના નામ ઉપરથી તેનું નામ મેહમૂદી રાખ્યું. અફઝલીએ જ્યારે તેની તારીખ શોધી ત્યારે અદૃશ્ય ફરિસ્તાએ કહ્યું કે: આ તોપ અજોડ થઈ અને તેની પ્રશંસા દરેક કાળમાં થશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.