મોક્ષકમાન

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

( શિલ્પ ) એ નામે એક જાતની કમાન; `રિલીવિંગ આર્ક`. કોઈ કોઈને સપાટ કમાનનો ભરોસો રહોતો નથી, તેથી ઉપરનો સર્વ બોજો આ કમાન ઉપરથી ઉપાડી લેવા તેના ઉપર વળી મોક્ષ કમાન વાળે છે. આ મોક્ષ કમાનના પગ, આખી સપાટ કમાન તેની અંદર સમાઈ જાય તેટલા ગાળાએ રાખવા જોઈએ. આ બાબત કાળજી ન રાખવામાં આવે તો મોક્ષ કમાનને લીધે ઊલટો નીચેની સપાટ કમાન ઉપર વધારે બોજો આવે છે .સામાન્ય ઘરનાં બારી બારણાં માટે સપાટ કમાનની ઉપર મોક્ષ કમાન મારવાની જરૂર નથી.ગાળો મોટો હોય કિંવા ઉપરથી આવતો બોજો ઘણો હોય તો જ આમ કરવું ઈષ્ટ છે. મોક્ષ કમાન અને કિંચિત્ ગોળ કમાનમાં કાંઈ ફરક નથી. કિંચિત્ ગોળ કમાનની ધારો ખુલ્લી હોય છે તેથી કાળજીપૂર્વક ઘડી કરવી પડે છે. મોક્ષકમાન છોમાં ઢંકાઈ જતી હોવાથી ગમે તેવી ઓઘડબોઘડ ચણી હોય તો પણ ચાલે. બીજું મોક્ષકમાન નીચેના ચણતર ઉપર જ વાળી, નીચેના ચણતરને કાયમ રહેવા દેવાનું હોય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects