स्त्री.
એક જાતની રમત. `ઓટોમોબાઈલ રેસ`. તેમાં આશરે વીશ છોકરા જોઈએ. તેનાથી ઓછાં હોય તો ચાલે પણ વધારે ન ચાલે. તેના સરખા બે ભાગ પાડવા. તે બંને ભાગ સામસામાં મોઢાં રાખીને આશરે પચીશ વારને અંતરે સામસામા ઊભા રહે. સિસોટી થાય કે બંને પક્ષના પહેલા છોકરાએ સામે સીધી લીટીમાં દોડી જવું અને બીજા પક્ષને પ્રદક્ષિણા કરી પોતાના પક્ષની પાછળથી ચાલીને પોતાની જગ્યા ઉપર ઊભા રહેવું. પહેલો છોકરો પોતાની દોડ પૂરી કરી જગ્યા ઉપર આવી જાય કે બીજાએ તરત દોડવું અને પહેલાંની પેઠે પોતાની જગા ઉપર આવી જવું. આ રીતે પેલા પક્ષના બધા છોકરાએ દોડવું તેમાં સામે ઊભેલી હારને દરેક દોડનારે પોતાના ડાબા હાથ તરફ રાખીને દોડવું. કોઈ પણ કારણે હાર તોડીને કે વચમાંથી દોડવું નહિ. જો એક પક્ષના દોડનાર છોકરાને બીજા પક્ષનો દોડનાર છોકરો પકડે તો પકડનાર છોકરાનો પક્ષ જીત્યો ગણાય; પણ બંને પક્ષના છોકરા સમાન ઊતરે તો જે પક્ષનો છેવટનો છોકરો પ્રદક્ષિણા પૂરી કરીને વહેલો પોતાની જગાએ આવી જાય તે પક્ષ જીત્યો ગણાય.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.