મોતીલાલ નેહરુ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

નેહરુ કુટુંબમાં જન્મેલા એ નામના એક દેશભક્ત.એમ ના વડવાઓ વર્ષા પહેલાં બાદશાહના આમંત્રણથી કશ્મીરથી દિલ્હી આવીને વસ્યા હતા. તેઓ નહેરને કાંઠે રહેતા હતા એથી નેહરુ કહેવાયા. ૧૮૫૭ના બળવા વખતે આ નેહરુ કુટુંબ દિલ્હી છોડી આગ્રા જઈને વસ્યું. ત્યાં ભારતના સ્વાતંત્ર્ય માટે ભેખ લેનાર, ઠરેલ મુત્સદ્દી અને રાજકીય નેતા તરીકે નામ કાઢનાર પંડિત મોતીલાલ નેહરુનો જન્મ ઈ.સ. ૧૮૬૧ની મેની છઠ્ઠી તારીખે થયો. તેમના પિતાનું નામ ગંગાધરજી અને માતાનું નામ જયબીબી હતું. પંડિત મોતીલાલ નેહરુએ બારતેર વર્ષની ઉંમરે ફારસી અને અરબીમાં કાબેલિયત મેળવી. પછી અંગ્રેજીનો અભ્યાસ કરી વકીલની પરીક્ષામાં પહેલે નંબરે પાસ થઈ. સુવર્ણચંદ્રક મેળવ્યો. એમણે કાનપુરમાં વકીલાત શરૂ કરી. ત્યારબાદ તેમના મોટા ભાઈ નંદલાલનું અવસાન થતાં તેમણે અલ્હાબાદ જઈ ત્યાંની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી અને ટૂંક સમયમાં સમસ્ત યુક્તપ્રાંતમાં મશહૂર એડવોકેટ તરીકે નામ કાઢયું અને લાખોની આવક કરી. એમનું લગ્ન નાનપણમાં થયેલું પણ પ્રસૂતિવેળા બાળક અને પત્ની બંને મરણ પામતાં રાવળપિડીના પંડિત પ્રમથનાથનાં બહેન સ્વરૂપરાણી સાથે પરણ્યા. તેમનાથી તેમને પંડિત જવાહરલાલ વગેરે જેવાં જગમશહુર બાળકો સાંપડયાં. એમનં જીવનધોરણ ઘણું ઊંચુ હતું અને બાદશાહી દબદબાથી રહેતા હતા. રાજવૈભવથી રહેતા મોતીલાલે આનંદભુવન બંધાવ્યું. અમીરી રહેણીકરણી છતાં તેમના હૃદયમાં ઊંડે ઊંડે દેશના સ્વાતંત્ર્યની આગ ધૂંધવાતી હતી. આથી એમણે રાજકારણમાં ભાગ લેવા માંડયો. ઉદ્દામ વિચારસરણી એમને પસંદ નહોતી. પિતા પુત્ર વચ્ચે મતભેદ પડતો. એવામાં ગાંધીજી સાથે તેઓ સંબંધમાં આવ્યા. અસહકારની લડત વેળા મોટી કમાણીની વકીલાતને તિલાંજલિ આપી આઝાદીની લડતમાં ભાગ લીધો, સત્યાગ્રહમાં પકડાયા અને જેલ ગયા. જેલમાંથી છૂટયા ત્યારે મહાસભાનો એક પક્ષ એ રીતે જ કામ કરવામાં માનતો હતો. બીજો પક્ષ સરકારી ધારાસભામાં જઈને કામ કરવાના મતનો હતો. તે પક્ષ સ્વરાજ પાર્ટીના નામથી ઓળખાયો. એ પક્ષના નેતા તરીકે મોતીલાલ નેહરુએ ધારાસભામાં જઈને કામ કર્યું. ૧૯૨૮માં અંગ્રેજ સરકારે હિંદનું બંધારણ ઘડવા ગોરાઓનું એક કમિશન નીમ્યું હતું. કોઈ હિંદને એ કમિશનમાં લેવામાં આવ્યા ન હતા. આથી રાષ્ટ્રીય મહાસભા તરફથી એમણે એક રાજ્યબંધારણ તૈયાર કર્યું. તે એમની રાજનિપુણતા દર્શાવે છે. એ નેહરુ રિપોર્ટ નામે જાણીતું થયું ને પરદેશના મુત્સદ્દીઓએ પણ વખાણ્યું પંડિત મોતીલાલ નેહરુ પ્રથમ ૧૯૧૯માં અમૃતસરની મહાસભાના અને બીજી વખત ૧૯૨૯ની કલકત્તાની મહાસભાના એમ બે વખત પ્રમુખ ચૂંટાયા હતા. માતૃભૂમિની સેવામાં એમણે લાખોની આવક જતી કરી. વકીલાત છોડી દીધી ને બાદશાહી વૈભવ તજ્યો. એમણે એમના આલિશાન મહાલયનો મુખ્ય ભાગ દેશને ચરણે ધર્યો અને એ આનંદભુવન સ્વરાજભુવન નામે ઓળખાવા લાગ્યું. એમનું આખું કુટુંબ સત્યાગ્રહમાં જોડાયું ને જેલમાં જઈને બેઠું. હવે એમની એક માત્ર ઝંખના દેશને સ્વરાજ ભોગવતો જોવાની થઈ રહી. પણ એવામાં એમને કાળ ઝડપી ગયો. ઈ.સ. ૧૯૩૧ના ફેબ્રુઅરિની છઠ્ઠી તારીખે એ મૃત્યુ પામ્યા.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects