पुं.
ઇ. સ. ૧૮૩૮થી ૧૯૨૩ સુધીમાં થઇ ગયેલ એ નામના એક ગુજરાતી ભાષાના સાક્ષર. તેમની સાહિત્ય અને ઇતર પ્રવૃત્તિઓ અનેકવિધ હતી. ગુજરાતીમાં નાટકો નહોતાં લખતાં તે જમાનામાં તેણે નાટકો તૈયાર કરવા માટે ખૂબ શ્રમ લીધો હતો. તેનું જીવન ખૂબ પ્રવૃત્તિમય હતું અથાગ મહેનત, અખૂટ ઉત્સાહ, હૃદયપૂર્વકની લગની, આ ગુણોને લીધે તે જુદી જુદી જાતનું ઘણું કામ કરી શક્યા છે. લઘુ કૌમુદીનું ભાષાંતર, રણપિંગળનો શ્રમપૂર્વક તૈયાર કરેલો સંગ્રહ, વિશ્વવ્યાપારમાળાના દળદાર મણકાઓ, આવી અનેકવિધ કૃતિઓ તેમના કાર્યોત્સાહ અને ચીવટભરી ખંતની સાક્ષી આપે છે. એમની રણપિંગળની પ્રસાદી `ભગવદ્ગોમંડલ` નામક આ વિશ્વકોષમાં વિગતે આપવામાં આવી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.