રામન

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

હિંદના એક વિશ્વવિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી. તે ઇ. સ. ૧૮૮૮માં જન્મ્યા છે. તેમણે નક્કી કર્યું છે કે સૂર્યના પ્રકાશના કિરણોનો અમુક ભાગ પાણી ગળી જાય છે. તેવી જ રીતે બરફનાં થરોમાં સૂર્યકિરણો પ્રવેશ કરે છે. જેથી પાણી તથા બરફના રંગો બદલાય છે. તે ઉપરાંત તેમની જગત વિખ્યાત શોધ તો તેમના નામ ઉપરથી પડેલી રામન ઇફેક્ટની છે. આ શોધે અમેરિક, યરપનાં વૈજ્ઞાનિકોમાં ખૂબ રસ પેદા કર્યો છે. આ શોધનું મૂળ તત્ત્વ એ છે કે પદાર્થ ઉપર પ્રકાશ પડતાં પદાર્થનાં અણુઓ ચોતરફ ફેલાય છે. તેને રશ્મિદર્શનયંત્ર દ્વારા તપાસતા જુદા જુદા રંગ માલૂમ પડે છે. તે ઉપરથી પદાર્થના દ્રવ્યોની કીમત અંકાઈ શકે છે. રામાન ઇફેક્ટની શોધ આધુનિક સમયમાં વિદ્યુતશાસ્ત્રના ક્ષેત્રમાં ઘણી ઉપયોગી થતી જાય છે. આ શોધ માટે સ્વીડનની વિદ્વદ્સભાએ તેમને સવા લાખ રૂપિયાનું નોબેલ ઇનામ અર્પણ કર્યું છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects