न.
ગુલાબની જાતનો એક છોડ. `રેડ પોપી`. તેનું ઊગમસ્થાન યરપના બધા ભાગો અને કશ્મીરનાં ખેતરો છે. તેનાં ફૂલો રાતાચોળ રંગનાં અને સુંદર હોય છે. તેની પાંખડીઓની અંદર ઝેરી તત્ત્વ બિલકુલ નથી. તેથી તેનું શરબત અને મુરબ્બો ગ્રાહી તરીકે અતિસાર અને બીજા સ્રાવોને અટકાવવામાં અને બચ્ચાંના કફરોગમાં ઉપયોગી છે. હોજરીના બગાડને લીધે આંખ કાનમાંથી થતા સ્ત્રાવોને અટકાવવા એ સારી દવા છે. તેનો રસ અફીણ જેવો જ, પણ જરા ઓછો માદક અને ઝેરી છે. તેનાં કુમળા પાન અને દાંડીનું શાક તથા કચુંબર થાય છે. તેનાં બીજ હોજરીમાં બગાડ થઈ આંખમાંથી થતા સ્ત્રાવ, કફરોગ, ઝાડા, રક્તાતિસાર, અત્યાર્તવને બંધ કરે છે. બીજ માટે ફલેન્ડર અને જર્મનીમાં તેનું વાવેતર થાય છે. તેઓ તેની કેક બનાવે છે. તેના બીજમાંથી તેલ મળે છે. તે ખાવામાં અને દવામાં વપરાય છે. તેનાં ડોડવાંને મુદ્રિકા કહે છે. કશ્મીરના બ્રાહ્મણો ગોપીચંદન પાણીમાં ઘસી તેના ડોડવાં ઉપરના ચંદ્રાકાર મથાળાથી કપાળ અને શરીર ઉપર છાપો મારે છે તેથી એ નામ પડ્યું છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.