વાંકડિયું ગુલાબ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

રોડઝ્ ટાપુનાં બ્રોનવેલ દંપતીના પ્રયોગથી સર્જાયેલું એ નામનું ગુલાબનું પુષ્પ. કુદરતને ખોળે ખીલેલાં ગુલાબમાં વૈવિધ્ય લાવનાર માનુષી પ્રયોગોના ઉલ્લેખ એમ છે કેઃ પ્રથમ તો એક જ જાતનું ગુલાબી રંગનું ગુલાબનું પુષ્પ હતું. બ્રિટિશ વસાહતીઓ અને સ્પેનિયાર્ડોએ ગુલાબને વિશ્વભરના બગીચામાં વેરી દીધાં; પણ તે પહેલાંય નાઈલની ખીણમાં ને બેબીલોનના બગીચાઓમાં ગુલાબની નરી વનરાજીઓ પથરાઈ રહેતી. આજે તો દુનિયાભરમાં ગુલાબની પંદર હજાર જાતો છે અને તે વિવિધ જાતો છેલ્લા એક જ સૈકામાં બની છે. રોડઝ્ ટાપુના બ્રોનવેલ અને તેનાં પત્ની તો ગુલાબના આશકો છે. આ દંપતીએ ગુલાબમાં કંઈ વિવિધતા આણી દીધી છે. કોમ્પટોનના રોડ આયલેન્ડ રીસર્ચ બગીચામાં તેઓએ રાતદિવસ અખતરાઓ કર્યા છે. ત્યાં શિયાળાની કડકડતી ઠંડી ગુલાબની પાંખડીઓને ચીમળાવી શકતી નથી. ભર શિયાળામાં એ બગીચામાં ગુલાબ મળી શકે છે. આ ગુલાબો કુદરતને ખોળે ખીલેલાં હોય છે. એને કોઈ પ્રકારનું કૃત્રિમ રક્ષણ આપવામાં નથી આવ્યું. કેટલીકવાર ત્યાં હવામાન શૂન્યની નીચે ૨૫ અંશ જેટલું નીચું હોય છે. આવાય હવામાનમાં ત્યાં ગુલાબ મળી શકે છે. આ દંપતી ઉનાળાની ઋતુ વખતે અખતરાઓમાં ડૂબે છે. તેઓ જુદી જુદી કલમોનું સંમિશ્રણ કરવાનું આરંભે છે. ફૂલોની પાંખડીઓને નાજુક કાતરોથી ખૂબ ઝીણવટથી કાપવામાં આવે છે. આ પછી એટલી જ નાજુક પીંછીથી, ફૂલના નરતંતુમાંથી પુષ્પરજને ખસેડવાના હોય છે. આમ આ દંપતી ફૂલના `નર` ભાગને મેળવે છે. આ એક નવી જાત કરવાને માટે તેને બીજા એક સખત પ્રકારના છોડવાની સાથે ભેળવવામાં આવે છે. આમ એક નાજુક ગુલાબનું અનોખા પ્રકારનું એક નવું ફૂલ બની જાય છે. આ માટેની ક્રિયા એમ છે કેઃ `નર` ભાગના પુષ્પરજને એક કાગળના પરબીડિયામાં રખાય છે. આ પછી એક બીજી જાતના નારી ગુલાબને તેની પાંખડીઓ કાપીને તેના નરતંતુમાંથી પુષ્પરજને લેવામાં આવે છે. આમ `સ્ત્રી` ભાગ એકત્ર થાય છે. બાકી રહેલ ફૂલનો ભાગ એનો ગર્ભતંતુ કે જેને ` કેસર ` નામથી ઓળખવામાં આવે છે એમાં ઊંટના વાળની પીંછીથી પેલી પુષ્પરજ ગોઠવવામાં આવે છે. આમ ફૂલની ફળદ્રુપતા સચવાય છે. મીણિયા કાગળમાં આ એકત્ર થાય છે. પવન તેને અડકતો નથી અને એમને એમ એને ખીલવવા દેવામાં આવે છે. નવેંબરમાં બીની વાવણી થાય છે. આખા શિયાળા દરમ્યાન તે છોડવામાં ફૂટે છે-વિકસે છે. વસંતે તો એ છોડવા પર ફૂલ આવી ગયા હોય છે. આ દંપતીના અખતરા ઘણીવાર નિષ્ફળ જાય છે, છતાંય કોઈક નવી જાત તો મળી રહે છે. આવી નવી નવી જાતને આ દંપતી નવાં નવાં નામો આપે છે. જેમકે, (૧) વાંકડિયું ગુલાબ, (૨) ગુલાબી રાજકુંવરી, (૩) ઊઘડતી ઉષા, (૪) સૂક્ષ્મશ્વેત, (૫) શરદની છાયા, (૬) સ્વર્ગીય છાયા અને (૭) લાવણ્ય.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

સોમવાર

6

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects