पुं.
ઉજ્જૈનના પ્રસિદ્ધ વિક્રમાદિત્ય રાજાના નામથી શરૂ થયેલો સંવત. બંગાળા સિવાય આખા ઉત્તર ભારતમાં વિક્રમકાળ અથવા વિક્રમસંવત ચાલુ છે. સાધારણ સમજૂતી એવી છે કે, વિક્રમાદિત્યે પરાયા લોકોની સવારી પાછી હઠાવી તેથી આ કાળ ગણવાની રૂઢિ પડી. આ વર્ષની શરૂઆત જુદા જુદા ભાગોમાં જુદે જુદે વખતે થાય છે. ગુજરાતમાં ઘણે ભાગે અમાસ માસના કાર્તિક સુદ એકમથી થાય છે. કાઠિયાવાડમાં અષાડ સુદ ત્રીજથી થાય છે અને રજપૂતાનામાં પૌર્ણિમાંત ચૈત્ર સુદ એકમથી થાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.