पुं.
એ નામે એક જૈન સાધુ. તેઓ એક સાધુ હોવા છતાં દિલની ઉદારતા, પરધર્મસહિષ્ણુતા અને સાંપ્રદાયિકતાની દુર્ગંધથી સર્વથા દૂર રહ્યા હતા. તેમણે કેવળ જનકલ્યાણ માટે પોતાનું જીવન વ્યતીત કર્યું હતું. જૈન સાધુ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરવાવાળા વીસમી શતાબ્દીના તે એક મહાપુરુષ થઈ ગયા છે. વિજયધર્મસૂરિજીના જીવનમાં એક વિશેષતા એ હતી કે, તેઓ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું સંપૂર્ણ પાલન કરવાવાળા યતિ હતા. કોઈ પણ જાતના વાહન વિના, પગે મુસાફરી કરી ભારતના ખૂણેખૂણામાં ભ્રમણ કરી જગતના નૈતિક થરને ઊંચો ઉઠાવવાનો તે ઉપદેશ કરતા હતા. તે જ્ઞાનપ્રચાર માટે ઠેકઠેકાણે ગુરુકુળ, બાલાશ્રમ, વિદ્યાલય, અનાથાશ્રમ, પુસ્તકાલય, જ્ઞાનભંડાર આદિ સ્થાપન કરાવતા `જીવો અને જીવવા દો` મહાવીરના એ સિદ્ધાંતને સામે રાખી તે અહિંસાનો પ્રચાર કરતા હતા. પ્રાચીન ભંડારો જે અંધારી કોટડીમાં બંધ રાખવામાં આવતા હતા તેનો ઉદ્ધાર કરતા હતા. યરપના વિદ્વાનોમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય સાહિત્ય અને ભારતીય ધર્મો સંબંધી જે ભ્રમ ફેલાયેલો હતો તેને દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા. ભારતીય સંસ્કૃતિના તેઓ પક્ષપાતી હતા. ભારતીય વિદ્યાકલા અને યરપીય વિદ્યાકલાને એકસૂત્રમાં સંબંધિત કરવામાં તેઓ સમર્થ સંયોજક હતા. તેઓનું માનવું હતું કે, ભારતીય મૂળભૂત ભાષાઓ સંસ્કૃત અને પ્રાકૃતના પ્રચારથી જ સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે અને તેજ કારણ હતું. કાશીમાં એક સંસ્કૃતમહાવિદ્યાલય સ્થાપન કરી અનેક ધુરંધર વિદ્વાનો તેણે તૈયાર કર્યા. શિવપુરીનું વીરતત્ત્વપ્રકાશકમંડળ તેમની જ દ્વારા સ્થાપન થયેલ સંસ્કૃતમહાવિદ્યાલય છે. તેઓ અજ્ઞાનજન્ય રૂઢિયોના કટ્ટર વિરોધી હતા. પ્રાણીમાત્ર ઉપર પ્રેમ કરવાવાળા સંત હોવા છતાં અકર્મણ્યતાના તેઓ દુશ્મન હતા. જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ તત્ત્વોનો વાસ્તવિક પ્રચાર કરતા. તેમના ભક્તો કેવળ જૈન મહાજન જ નહિ હતા પરંતુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, પારસી, યહૂદી, મુસલમાન, ક્રિશ્ચિયન બધા ય હતા. તેઓની વિદ્વત્તાની ખ્યાતિ યરપ અને અમેરિકામાં પણ બહુ ફેલાઈ હતી. જર્મનિ ને ઈટલિની સોસાયટિઓએ પણ તેમને પદવીઓથી વિભૂષિત કરી સન્માનિત કર્યા હતા. સંવત ૧૯૭૮ના ભાદરવા સુદ ૧૪ ને દિવસે પ્રાતઃકાળમાં ૬ વાગ્યે તેમનો સ્વર્ગવાસ શિવપુરીમાં થયો હતો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.