पुं.
નરપતિ નાલ્હ કવિ રચિત એ નામનું એક વીરરસ પ્રધાન કાવ્ય. વીસલદેવ એક પ્રતાપી અને વીર રાજા હતો. પરંતુ નાલ્હે તેની વીરતાનું વર્ણન ન કરતાં પોતાના ગ્રંથમાં શૃંગારરસને પ્રધાનતા આપેલ છે. શૃંગારરસની દૃષ્ટિથી વિવાહ અને રાજાનું ઉડીસા જવું વગેરેનું મનમાન્યું વર્ણન છે. તેની ભાષા સાહિત્યોચિત નથી પણ રાજસ્થાની છે. વચ્ચેવચ્ચે સાહિત્યોચિત વ્રજ ભાષાનો પ્રયોગ જોવામાં આવે છે. ગીતકાવ્ય હોવાથી ભાષામા પ્રાચીનતાનું દર્શન થતું નથી. તેમાં અરબી ફારસીના અનેક શબ્દો જોવામાં આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.