न.
[ અં. ]
ઝીણામાં ઝીણી શસ્ત્રક્રિયાનું દર્શન કરાવતું તબીબી દુનિયાનું નવીન યંત્ર. માનવશરીર ઉપરની ઝીણામાં ઝીણી શસ્ત્રક્રિયા આ યંત્ર દ્વારા રજૂ કરી શકાય છે. આનો યરપમાંનો પહેલવહેલો પ્રયોગ માડ્રિડ ખાતે સને ૧૯૫૨ના મેની ૨૦ ને ૨૪ વચ્ચે થયો હતો. એ પ્રસંગે દુનિયાભારના ૨,૫૦૦ જેટલા શસ્ત્રવૈદ્યો ભેગા મળ્યા હતા. એ દિવસો દરમિયાન એમની સભાઓ વચ્ચે શસ્ત્રક્રિયાઓ, લોહી વગેરેની ચિકિત્સા અને એવી બીજી ક્રિયાઓને આ રંગીન ટેલિવિઝન દ્વારા બતાવવામાં આવી હતી અને એથી શસ્ત્રવૈદ્યો શસ્ત્રક્રિયાની નવીનવી શોધોનું બારીક નિરીક્ષણ કરી શકયા હતા. આ વેરીકલર ટેલિવિઝન દ્વારા શરીરની નસો, શિરાઓ, ગાંઠો વગેરે એમના મૂળ રંગમાં જોઈ શકાય છે. આ યંત્રરચના અમેરિકની રેમિંગ્ટન રેન્ડ કંપનીએ કરી છે. શસ્ત્રક્રિયા થતી હોય તે વખતે જ એને છબીમાં મઢી લેતો એક ખાસ કેમેરા વપરાય છે. સામાન્ય ટેલિવિઝન કેમેરા કરતાં એનું કદ પાંચમાં ભાગ જેટલું છે. માડ્રિડનો પ્રયોગ ન્યુયોર્કની મશહૂર ફાઈઝર કંપની તરફથી યોજાયો હતો. આ કંપનીના વૈજ્ઞાનિકોએ જ ચેપ સામેની નવી અકસીર દવા ટેરામાઈસીન શોધી કાઢી છે. ટેલિવિઝન તબીબી ને વૈજ્ઞાનિક શિક્ષણમાં એક ખૂબ જ મહત્ત્વનું નવું સાધન ગણાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.