पुं. ब. व.
શુદ્ધિ કરાવીને પાછો વૈષ્ણવ મત સ્વીકારનાર લોક. ગુજરાત, કચ્છ અને ખાનદેશના લેઉઆ કણબીઓને આશરે ૫૦૦ વર્ષ પહેલાં સૈયદ ઇમામશાહ નામના એક મુસલમાન પીરે વટલાવીને મુસલમાન બનાવ્યા હતા અને તેઓ પીરાણીમતિયા કહેવાય છે. તેઓમાંના કેટલાક પાછા હિંદુ ધર્મમાં આવવા લાગ્યા છે અને તેઓ વૈષ્ણવમતિયા કહેવાય છે. તેઓ રામાનંદી તથા દાદુપંથી ભેગા ભળ્યા છે. તેઓએ મુસલમાની રીતરિવાજોનો સદંતર ત્યાગ કર્યો છે અને બધી રીતે લેઉઆ કણબીઓની પેઠે રહે છે, પણ તેઓને લેઉઆ કણબીઓ સાથે રોટી તથા બેટી વહેવાર નથી.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.