1 |
|
पुं. |
અથર્વવેદના પાંચ માંહેનો એક કલ્પ.
|
2 |
|
पुं. |
( પુરાણ ) કાલિંદીને પેટે કૃષ્ણથી થયેલ દશ માંહેનો એક પુત્ર.
|
3 |
|
पुं. |
( પુરાણ ) ચાલુ વૈવસ્વત મન્વતંરમાં અંગિરા ઋષિને સુરૂપા નામની સ્ત્રીથી થયેલ એક દીકરો; બૃહસ્પતિનો ભાઈ.
|
4 |
|
पुं. |
( પુરાણ ) તુષિત નામના બાર માંહેનો એ નામનો એક દેવ; યજ્ઞને દક્ષિણાથી થયેલ બાર માંહેનો એક દીકરો.
|
5 |
|
पुं. |
( પુરાણ ) પૂર્વે થઈ ગયેલો એક ઇંદ્રએ પાંડુનો પુત્ર થઈને જન્મ્યો હતો.
|
6 |
|
पुं. |
( પુરાણ ) વારુણિ અંગિરા ઋષિના આઠ માંહેનો ચોથો પુત્ર.
|
7 |
|
पुं. |
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ.
|
8 |
|
पुं. |
( પુરાણ ) સોમવંશી પુરુકુળોત્પન્ન અજમીઢના પુત્ર, નીલનો પુત્ર એનો પુત્ર તે સુશાંતિ.
|
9 |
|
स्त्री. |
ઉપરતિ; બધા પ્રકારની વ્યાવહારિક પ્રવૃત્તિઓથી અલગ રહેવાની વૃત્તિ. ભગવાન શંકરાચાર્ય કહે છે કે, સંસાર સંબંધી ચિતવનાની હમેશને માટે અભાવ થઈ જાય અને અંતઃકરણ ચંચળતા છોડી તદૄન સાત્ત્વિક, પ્રસન્ન, સ્થિર રહે તેનું નામ શાંતિ છે. શાંતિને ઉપરતિ પણ કહે છે એટલે કે, બધા પ્રકારની વ્યાવહારિક પ્રવૃત્તિઓથી અલગ રહેવાની વૃત્તિ. અર્થાત્ વિષયોમાંથી નિવૃત્તિને પરમ ઉપરતિ કહે છે.
|
10 |
|
स्त्री. |
( પુરાણ ) કર્દમ પ્રજાપતિને દેવહૂતિને પેટે થયેલી નવ માંહેની સૌથી નાની કન્યા એ અથર્વણ ઋષિની સ્ત્રી હતી.
|
11 |
|
स्त्री. |
કામક્રોધ વગરનો જય; તૃષ્ણા અને કામનાથી રહિત થવું તે. તેના ત્રણ પ્રકાર છેઃ આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક.
|
12 |
|
स्त्री. |
ક્લેશ, કંકાસ કે યુદ્ધનો અભાવ.
|
13 |
|
स्त्री. |
ક્ષમા; સહનશીલતા. ગાંધીજી લખે છે કે, શાંતિ એ બલિષ્ઠનું શસ્ત્ર છે ને તેના જા હાથમાં તે શોભે છે. શાંતિ એટલે ક્ષમા અને ક્ષમા એ તો વીરનું ભૂષણ. શાંતિ બીકને મારે કે નબળાઈના લીધે જળવાય છે, તે શાંતિ જ નથી. ખરી શાંતિ એ જ હોઈ શકે કે જેમાં બળ ને તેજ રહ્યાં છે. આ દિવ્ય શાંતિ એટલે જડતા નહિ, મૂઢતા નહિ, દુર્બળતા નહિ એ તો શુદ્ધ ચેતના, જ્ઞાન અને શૂરવીરતા. કાયાને પથ્થર રૂપ ગણીને જે વિહાર કરે તે એક જ સ્થળે બેઠા છતાં આખા જગતને હલાવ્યા જ કરે. શાંતિ એ પણ એક સૂક્ષ્મવીર્ય છે. તેનો સંચય કરનાર પ્રૌઢ બ્રહ્મચારી બને છે.
|
14 |
[ સં. શમ્ ( શાંત થવું ) ] |
स्त्री. |
ચિત્તની શાંત અવસ્થા; શાંતતા; શાંતપણું; અનુદ્વેગતા; આત્યંતિક સંસારનો ઉપશમ. ગાંધીજી લખે છે કે, ધનદોલત અગર મહેલાતો જેવી બાહ્ય વસ્તુઓથી શાંતિ નથી મળતી. શાંતિ આપણા અંતરની વસ્તુ છે. શ્રી રામચંદ્ર જે આપણા જેવા માણસ હતા તેમને સ્વપ્ને પણ ખયાલ ન હતો કે, પોતે ગાદીએ બેસવાની આશા રાખતા હતા તે જ અવસરે તેમને વનવાસ આપવામાં આવશે; પરંતુ રામચંદ્રજી જાણતા હતા કે સાચી શાંતિ બહારની ચીજો પર આધાર રાખતી નથી, પણ પોતાની જાતમાંથી જ તેને શાંતિ મળી રહેશે. હું પથ્થરની શાંતિ નથી માગતો, હું કબ્રસ્તાનની શાંતિ નથી ઇચ્છતો. આખી દુનિયા બાણના વરસાદની સામે એક માત્ર ઈશ્વરને આશરે ખુલ્લી છાતીએ ફરનારા મનુષ્યોના હૈયામાં રહેલી સાચી શાંતિ મારે જોઈએ છીએ.
ઉપયોગ
તલવાર તણો ત્યાગ દયાધર્મ કહો ભલે, અહિંસા અમને શાંતિ અર્થ એક જ સર્વનો. – ગાંધીગીતા
|
15 |
|
स्त्री. |
ચૂપકી; સ્થિરતા.
|
16 |
|
स्त्री. |
( પુરાણ ) દક્ષ પ્રજાપતિએ ધર્મઋષિને આપેલી તેર માંહેની એક ક્ન્યા. તેના પુત્રનું નામ સુખ.
|
17 |
|
स्त्री. |
દુર્ગા.
|
18 |
|
स्त्री. |
દુ:ખ નિવારણ માટે કામમાં આવતી વિધિ.
|
19 |
|
स्त्री. |
ધીરજ; ધૃતિ; ખામોશી.
|
20 |
|
स्त्री. |
નિવારણ; વારવું તે.
|
21 |
|
स्त्री. |
નીરવતા.
|
22 |
|
स्त्री. |
બંદોબસ્ત; વ્યવ્સ્થા.
|
23 |
|
स्त्री. |
બોધિસત્ત્વને પ્રાપ્ત કરવાની દશ માંહેની એ નામની એક પારમિતા.
|
24 |
|
स्त्री. |
મનનું સ્વાસ્થય; આરામ; નિરાંત; ઉપદ્રવનું નિવારણ.
|
25 |
|
स्त्री. |
માનસિક કે શારીરિક ઉપદ્રવ કે વિકારનું મટી જવું તે.
|
26 |
|
स्त्री. |
વિશ્રામ; નિવૃત્તિ.
|
27 |
|
स्त्री. |
વિષયથી મનને નિવારવું તે; સંસારના ભોગ તરફ વિરક્તિ.
|
28 |
|
स्त्री. |
વેગ, ક્ષોભ કે ક્રિયાનો અભાવ.
|
29 |
|
स्त्री. |
શાતા; ટાઢક; ઠંડક; શાતા વળવી તે.
|
30 |
|
स्त्री. |
સીતાનાં હજાર માંહેનું એક નામ.
|