स्त्री.
( વીણા ) એક જાતનું તંતુવાદ્ય. તેને હાલ બીન કહે છે. તે બે તૂંબડાં અને ડાંડ લાકડાની હોય છે. તે ડાંડને બંને છેડે ઘણું કરીને લાકડાની મયૂરાકૃતિ બેસારવામાં આવે છે, ત્યાં તારદાન તથા તંબોળ રહે છે. બીનને સાત તાર હોય છે. તેને વગાડતાં બે મજરાબો પહેરવી પડે છે; એક પહેલી આંગળીએ અને બીજી ટચલીએ પહેરાય છે બાજનો તાર પહેલી આંગળીની મજરાબના આઘાતથી વગાડાય છે અને છેવટનો તાર કે જેને બપૈયાનો તાર કહે છે તે ટચલી આંગળીની મજરાબથી વગાડાય છે. આલાપ બે મજરાબોથી તાર ઉપર જે બોલો નીકળે છે તેને ઝાલા કહે છે. આ વાદ્ય વગાડવું પણ ઘણું મુશ્કેલ ગણાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ