स्त्री.
[ સં. શાર્ઙ્ગ ( શારંગ ) + ધર ( ધારણ કરનાર ) ] તનની કેળવણીની કસોટી. શારીરિક શિક્ષણ લીધા પછી તે અંગેની યોગ્ય કસોટીમાં વિદ્યાર્થી પસાર થાય તે અત્યંત જરૂરનું છે. કાંદિવલીની શારીરિક શિક્ષણ માટેની જાણીતી સંસ્થાની નિયમાવલિ મુજબ આ પરીક્ષાને ત્રણ વિભાગમાં વહેંચી નખાવામાં આવેલી છે. પહેલો ભાગ- એચીવમેન્ટ ટેસ્ટ, બીજો ભાગ – બીજી શારીરિક કસરતોમાં મેળવેલી કુશળતા, ત્રીજો ભાગ – કુલ હાજરી. આ બધી કસોટીનો આધાર વિદ્યાર્થી ક્યા વર્ગનો છે તે, તેની ઉમર, ઊંચાઈ અને વજનથી નીચેના કોઠા ઉપરથી નક્કી કરાય છે અને પછી તેની યોગ્ય કસોટી લેવામાં આવે છે.
ઉપરના કોઠામાં આપ્યા પ્રમાણે વિદ્યાર્થીના ઊંચાઈ, ઉમર અને વજન થી મળેલા ગુણનો સરવાળો થાયછે અને પછી તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. દા.ત. કોઈ વિદ્યાર્થીની ઊંચાઇ ૫૦”ની હોય, ઉંમર ૧૦ વર્ષની હોય અને વજન ૭૦ પાઉંડનું હોય તો તેને ૧ ગુણ ઊંચાઈનો, ૧ ગુણ ઉમરનો અને ૨ ગુણ વજનનાં એમ કુલ ૪ ગુણ મળે છે અને નીચેના કોઠા ઉપરથી તે `A` ગ્રૂપ એલિમેન્ટરીમાં આવી શકશે. આખા વિદ્યાર્થી સમુદાયનું આમ વર્ગીકરણ કરવું જરૂરનું છે. ટેબલ ब ગુણનો સરવાળો વર્ગ ૯ અને તેનાથી નીચે એલીમેન્ટરી-(A)अ ૧૦થી૧૪ સબ-જુનિયર-(B)ब ૧૫થી૨૪ જુનિયર-(C)क ૨૫થી૩૪ સબ-સિનિયર-(D)ड ૩૫ અને તેથી વધારે સિનિયર-(E)इ પ્રથમ ભાગની કસોટીમાં (૧) ૫૦ વાર દોડ એલીમેન્ટરી અને સબ-જુનિયર માટે; ૭૫ વાર દોડ જુનિયર, સબ-સિનિયર અને સિનિયર માટે, (૨) ઊંચું કૂદવું (સીધું), (૩) ફૂટબોલ દડો ફેંક, (૪) `પુલ અપ`, (૫) લાંબો કૂદકો. છોકરીઓ માટે, (૧) ૫૦ વાર દોડ એલિમેન્ટરી અને સબ-જુનિયર માટે; ૬૦ વાર દોડ જુનિયર, સબ-સિનિયર અને સિનિયર માટે, (૨) ઊંચું કૂદવું (સીધું), (૩) ફૂટબોલ-દડો ફેંક, (૪) બટાટા દોડ અને (૫) ખડો કૂદકો. દરેક વર્ગ માટે નક્કી કરેલા સમયમાં નક્કી કરેલ કામ થાય કે તેનાથી ઓછું વધતું થાય તે પ્રમાણે દરેક કાર્યદીઠ ગુણ મળે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.