શારીરિક શિક્ષણ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

શરીરને સુદૃઢ બનાવવા માટેનું શિક્ષણ. શારીરિક શિક્ષણ સામાન્ય શિક્ષણનું એક અનિવાર્ય અંગ છે. શારીરિક શિક્ષણથી માણસ પોતાની શક્તિને કેળવી શકે છે. તેથી માણસ સુંદર રીતે જીવી શકે છે અને પુષ્કળ જિંદગી જીવે છે. તેથી માણસના બદનનો અને મનનો જુસ્સો ઘણા લાંબા સમય સુધી ટકી રહે છે. તેનાથી તંદુરસ્તી, સહનશક્તિ, જુસ્સો અને સંવાહક સ્નાયુઓ ઉપર કાબૂ મેળવી શકાય છે. તેનાથી સામાજિક કેળવણી પણ મળે છે. શારીરિક શિક્ષણથી આજ્ઞાંકિતપણું, વફાદારી, સહકાર, આત્મભોગ, ભ્રાતૃભાવ, પ્રામાણિકપણું, આત્મવિશ્વાસ, માનસિક અને શારીરિક સ્થિરતા, ચપળતા, અને હિંમત વગેરે ગુણો કેળવાય છે. દરેક વિદ્યાર્થીની સ્થિતિ જોઈ તેને તેના પ્રમાણમાં શિક્ષણ આપવું જોઈએ. જેમકે બહુ જ આળસુ વર્ગને ખૂબ ઉત્સાહ અને ગતિથી તૈયાર કરવા જોઈએ. નબળા બાંધાના વિદ્યાર્થીઓને તેમને લાયક કસરત આપવી જોઈએ. વ્યાયામ વર્ગમાં શિસ્ત રાખવી ઘણી જરૂરની છે. જો વર્ગમાં શિસ્ત ન હોય તો કસરતનો કંઈ ફાયદો રહેતો નથી.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects