न.
[ ફા. શાહ ( રાજા ) + મુર્ગ ( પક્ષી ) ]
આફ્રિકાનું એક જબરું પક્ષી. તે લગભગ ૮ ફૂટની ઊંચાઈ ધરાવે છે. એ બહુ શક્તિશાળી છે ને લાતથી પોતાનો બચાવ કરે છે. એની લાત એટલી તો જોરાવર હોય છે કે, માણસને તો શું પણ ઘોડાનો જીવ પણ એ વડે એણે લીધાના દાખલા છે. મોટે ભાગે તો ભય આવી પડતાં તે નાસવાનું જ પસંદ કરે છે. તે ઊડી નથી શકતું. પણ પાંખો પસારી એટલી તો ઝડપે દોડે છે કે, હરણ કે ઘોડાને યે આંટી જાય. ઘણી વખત એની ઝડપ કલાકના ૨૬ માઈલ જેટલી હોય છે., પરંતુ તેને ચક્રાકારે દોડાવાની કુટેવ હોવાથી તે શિકારીના હાથમાંથી છટકી શકતું નથી. ભય આવી પડતાં તે પોતાનું માથું રેતીમાં ખોસી દે છે. પોતે જોઈ શકતું નથી માટે શિકારી પણ તેને નહિ જુએ એવી કલ્પનામાંથી આ સહીસલામતી જન્મી છે. તેનાં પીંછાં બહુ મુલાયમ હોવાથી કીમતી ગણાય છે. યરપિયન સ્ત્રીઓ શણગારમાં તેનો ઉપયોગ કરે છે. તે લાંબો કાળ પાણી વગર રહી શકે છે, પણ સ્નાનનું બહુ શોખીન હોય છે. કોઈ તળાવ કે પછી દરિયો પણ નજરે પડે છે કે, તરત જ તેમાં નહાવા માટે ઝંપલાવાનું. એને બેથી સાત માદા હોય છે. માદા કેટલા ઈંડાં મૂકે છે એ ચોક્કસ નથી. ઈંડાં લગભગ ચાર રતલ જેટલા વજનનાં હોય છે. સંખ્યા ચોક્કસ ન થવાનું કારણ એ છે કે, રેતીના પોલાણમાં માળો બનાવી, એક જ માળામાં બધી માદાઓ ઈંડાં મૂકે છે. શાહમુર્ગનો અવાજ સિંહની ગર્જનાને મળતો આવે છે, પણ મોટે ભાગે તે સિસકાર જ કરે છે. તેની સૌથી જબરી વિચિત્રતા એની ભૂખ છે. એ ભૂખમાં આંધળો બની કાંકરા સુદ્ધાં ગળી જાય છે. કેટલાક કહે છે કે, એ કાંકરા તેણે લીધેલા ખોરાકને પીલવાને કામ આવે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.