શિયાળની પૂંછડી

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામની એક રમત. આ રમતમાં એક વિદ્યાર્થી શિયાળ બને છે અને બીજા કોઈ એકને હંસ બનાવવામાં આવે છે. બાકીના રમનારાઓ હંસની પાછળ એક બીજાની કેડ પકડીને ઊભા રહે છે. શિયાળ હારની પાછળના રમનારને પકડવા દોડે છે. ત્યારે આગળનો હંસ પોતાની હારને બચાવવાની કોશિશ કરે છે. જો પાછળનો રમનાર પકડાય જાય તો તેની ઉપર દાવ આવે છે અને તે શિયાળ બને છે અને જે અગાઉ શિયાળ હતો તે હંસ બને છે. આમ રમત આગળ વધે છે. જો પાછળના રમનારની પાછળ રૂમાલ ખોસવામાં આવેલો હોય તો રમત વધારે સારી બને છે કારણકે જ્યાં સુધી શિયાળ તે રૂમાલ લઈ લેતો નથી ત્યાં સુધી છેલ્લો નંબર રમતમાં ચાલુ રહે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects