पुं.
[ સં. શુક્ર ( વીર્ય ) + જંતુ ( જીવાત ) ]
વીર્યનો જંતુ; શુક્રજીવ; શુક્રકીટ; પુરુષના વીર્યમાં રહેલાં જંતુ; રેતજંતુ. પુરુષોના શરીરમાં ઉત્પન્ન થયેલો એકાદ શુક્રજંતુ અને સ્ત્રીના શરીરમાં દર માસે એકના પ્રમાણમાં પકવ થનાર રજોગોલ, એ બેનો સંયોગ થઇને તેઓ પૂર્ણપણે એકબીજા સાથે મળી જાય છે, તેને ગર્ભ ધારણ કહે છે. આ રજોગોલ અંડાશયમાં ઉત્પન્ન થઇને અંડવાહક નલિકામાંથી ગર્ભાશય તરફ આવે છે અને સમાગમના અંતે રેતસ્ત્રાવમાંથી અસંખ્ય રેતજંતુ યોનિમાર્ગમાં પડે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.