| 1 |
|
स्त्री. |
ઇક્ષુ; ઉસ; શેલડી. તે બરૂની એક જાત છે, જેમાં મધમાખીની મદદ વગર મધ બને છે. ગ્રીક પ્રકૃતિ પ્રમાણે એ મધનું કારણ શોધવા પણ મેગસ્થનિસે પ્રયત્ન કર્યો હતો. તે કહે છે કે તે રોપાનાં મૂળિયાં જમીનમાંથી પાણી ચૂસે છે. તે પાણી સૂર્યના તડકાથી એટલું બધું ગરમ થઈ જાય છે કે કેમ જાણે એ રોપો જેમ જેમ કદમાં મોટો થતો જાય છે તેમ તેમ સાથે સાથે રંધાતો પણ જતો હોય. પૌંડ્રક, ભીરૂક, વંશક, શતવોરક, કાંતાર, તાપસ, ઇક્ષુ, કાંડેક્ષુ, સૂચિપત્રક, નૈપાલ, દીર્ઘપત્ર, નીલપોર, કૌશક, મનોગુપ્તા વગેરે શેરડીની કેટલીક જાતો છે. શેરડી ગુણમાં પિત્તશામક, પૌષ્ટિક, શીતલ અને સારક છે. મૂત્રરોગ, ક્ષય અને દાહ ઉપર તેનો ઉપયોગ થાય છે. સારા ખેડૂત માટે, શેરડી એ મહત્વનું તૂલ છે; કારણકે તેનું વાવેતર આર્થિક દષ્ટિએ બહુ લાભકારક ઉદ્યોગ છે. તેથી ખેડૂતને, તેના મજૂરને તેમ જ કૂવાથી પીતની સગવડ હોય ત્યાં તેના બળદ વગેરે ઢોરને આખું વર્ષ કામ અને રોજી મળે છે. આ છોડ બહુ ઊંચો એને મકાઈ તથા જુવારને મળતો છે. તેની દરેક ગાંઠે એકએક વારાફરતી સામેસામે બે હારમાં ઘણાં લાંબાં, પહોળાં, અણીદાર અને ચપટાં પાન આવેલાં હોય છે. તેની પૃષ્પશાખા મકાઈની ચમરી જેવી એકાદ ફૂટ લાંબી હોઈ તેને અનેક ડાળ હોય છે. શેરડીની ધોળી રાતી, કાળી, ભૂખરી વગેરે અનેક જાત થાય છે. રાતી શેરડીનો રસ ઘણો જ મીઠો હોય છે. શેરડીનો કોઈપણ ભાગ વ્યર્થ જાતો નથી. પાંદડાં તથા મૂળના કટકા ઢોર ખાય છે. રસ કાઢ્યા પછી છોતાં બાળવાના કામમાં આવે છે.
રૂઢિપ્રયોગ
૧. શેરડી પાછળ એરડી પાણી પીએ = ધાનને આધારે ઢોકળું ચડે; ચૂલામાં મૂડો સમાય.
૨. શેરડીનો સાંઠો પૂછડા લગી ગળ્યો ન હોય = ગામ ત્યાં ઢેઢવાડો હોય.
|