न.
[ સં. ]
સંસારરૂપી વૃક્ષ; બ્રહ્મવૃક્ષ; અશ્વત્થવૃક્ષ. કઠોપનિષદમાં લખે છે કે, પરમાત્મા આ સંસારનું મૂળ કારણ છે. એ મૂળને વળગવાથી ઝાડ પાંદડાં એની મેળે કાબૂમાં આવે. મૂળનો રસ જો ચખાય તો એ જીવનસ્રોત જ હાથમાં આવે, આથી અતિ સૂક્ષ્મ પરમાત્માને લગતું જ્ઞાનવૃક્ષના પ્રસિદ્ધ રૂપક દ્વારા આપતાં સંસારવૃક્ષ કહેવાય છે કે જેનાં મૂળ ઊંચા ને ડાળો નીચે છે. પરમાત્મા સચ્ચિદાનંદ હોઈને સંસારવૃક્ષનું આ મૂળ છે. એની શાખાઓ નીચે છે એટલે કે બ્રહ્માદિ સ્થાવરાંત યોનિ સુધી એ સંસારવૃક્ષની શાખાઓ દશે દિશ નીચે ફેલાયેલી છે. બીજી રીતે કહેવાય છે કે, આ સંસારવૃક્ષના ભાગો આવા છેઃ મૂલ-વેદાંત નિર્ણીત પરબ્રહ્મ; બીજ-અવિદ્યા, કામ, કર્મ અને અવ્યક્ત; શક્તિ-જ્ઞાન અને ક્રિયા; અંકુર-બ્રહ્મરૂપ હિરણ્યગર્ભ; સ્કંધ-સર્વ પ્રાણીઓનું લિંગ શરીર; વૃદ્ધિ-તૃષ્ણારૂપ જળસેચન; નવપલ્લવ-બુદ્ધિ, ઇંદ્રિયો અને તેના વિષયો; પત્ર-શ્રુતિ; સ્મૃતિ, ન્યાય, જ્ઞાનોપદેશ; પુષ્પ-યજ્ઞ, દાન, તપ; રસ-સુખ, દુઃખ, વેદન; માળો-સત્યાદિ સાત લોક; ગુંજન-હર્ષશોકથી ઉત્પન્ન થયેલ તુમુલ ધ્વનિ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.