સદરેહ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

પારસીએ પહેરવાનું પવિત્ર ખમીસ. પારસીઓ બદન ઉપર જે પહેરણ પહેરે છે તેને સદરેહ કે સુદરેહ કહે છે. સદરેહ શબ્દ ઝેદ ભાષાના એક શબ્દ ઉપરથી નીકળ્યો છે. જેનો અર્થ ઉપયોગી કપડું થાય છે. સુદરેહ શબ્દ પણ એવી જ રીતે નીકળેલો છે અને તેનો અર્થ ફાયદેમંદ રાહ થાય છે. કોઈ તેને અવસ્તા ભાષાના વસ્ત્ર ઉપરથી નીકળેલો માને છે, તો કોઈ તેને અરબી ભાષાના સુત્રહ શબ્દ પરથી બનેલો માને છે કે જેનો અર્થ શરીરને ઢાંકનાર વસ્તુ થાય છે. તે જરથોસ્તી ધર્મની એક નિશાનીરૂપ ગણાય છે. પારસી બાળકને નવજોતની ક્રિયા કરતી વખતે પહેરાવવામાં આવે છે. આ પહેરણ ધોળા કેમ્બ્રિક કાપડનું બનેલું હોય છે, કેમકે ધોળો રંગ નિર્દોષતાનું ચિહ્ન છે. વળી તે એક પડવાળું હોય છે. તે કાપડનાં એક ટુકડાનું બનાવવામાં આવતું નથી, પણ બે કટકાનું બનાવવામાં આવે છે તે બે કટકા બાજુએ ભેગા સીવેલા હોય છે. આથી એક કટકો આગળ અને એક કટકો પાછળ આવે છે. જે ભૂતકાળ અને ભવિષ્યકાળ સૂચવે છે અને તે વર્તમાન દ્વારા એક બીજા સાથે જોડાયેલા છે. માથું નાખવા માટે તેમાં ચીરો હોય છે. અને સદરેહ ગોઠણ સુધી નીચો હોય છે, સદરેહનો સૌથી અગત્યનો ભાગ ગિરેહ-બાંય છે, જે ધર્મપ્રત્યે વફાદારી તથા ધર્મમાં વિશ્વાસ સૂચવે છે. ગિરેહ-બાંય પ્રમાણિકપણાની કોથળી અથવા થેલી તરીકે ઓળખાય છે. તે કોથળી કે થેલીના આકારની હોય છે. અને ગળાથી જરા નીચે લટકતી રહે છે. તે એમ સૂચવે છે કે, માણસે ઉદ્યમી થવાનું છે અને પોતાની થેલી માત્ર પૈસાથી નહિ પણ ન્યાયી કૃત્યોથી ભરવાની છે. સદરેહ સૌથી હેઠે પહેરવાનું ફરમાન છે એટલે કે તેની નીચે કોઈ કપડું પહેરવામાં આવતું નથી. પારસી લોકો ફરજિયાત શરીર પર રાખે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects