पुं.
[ અં. ]
સૂર્યનાં કિરણોથી રાંધવાનું સાધન; સૂર્યચૂલો. ભારત જેવા દેશમાં જ્યાં સૂર્યનાં કિરણો વર્ષના મોટા ભાગમાં પુષ્કળ પ્રમાણમાં વરસતા રહે છે ત્યાં આ કિરણો રોગચાળાને અટકાવવાનું તેમ જ અમુક પ્રકારની જીવનશક્તિ આપવાનું કામ તો કરે જ છે, પણ હવે એ કિરણોને વધુ મહત્વનાં કામમાં લઈ શકાય છે. સૂર્યના તાપને સંઘરીને એ દ્વારા રોજિંદી રસોઈ કરવાનું તેમ જ શેરડી કે તાડના રસને ઉકાળીને ખાંડ-ગોળ જેવી ચીજો ઉપજાવવાના માટે ઉદ્યોગ ચલાવવાનું કામ થઈ શકે છે. આનો ખયાલ સનકૂકરની શોધ દ્વારા મળે છે. દિલ્હી ખાતેની રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળામાં આ સનકૂકર શ્રી મણીન્દ્રકુમાર ઘોષે બનાવેલું છે. આ જાતનાં યંત્રો, શુદ્ધ પાણી તૈયાર કરવા માટે, નીચી ગરમીવાળી ધાતુઓ બનાવવા માટે, તેમ જ મોટે ભાગે ખોરાક રાંધવા માટે વાપરી શકાય. આ કૂકરપેટી ઉપર રંધાયેલો ખોરાક ઘણાએ ખાઈ જોયો છે. અને સૌનું કહેવું છે કે, એનો સ્વાદ સામાન્ય રસોઈ કરતાં વધુ સારો છે. આ સનકૂકરપેટી વડે રસોઈ બે કલાકની અંદર થઈ શકે છે. એમાં વસ્તુઓ વઘારી શકાય છે. સૂર્ય પ્રકાશના સમય દરમિયાન બપોરનું તેમ જ સાંજનું ખાણું રાંધી શકાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં