न.
એક જાતનું ઉનાળામાં ખીલતું થોડા થોડા કાંટાવાળું એ નામનું ફૂલઝાડ. તે મોટું અને પતનશીલ ઝાડ છે. તેનાં પાંદડાં ખરી પડ્યા પછી ઉનાળામાં તેને લીલાશ પડતાં ધોળાં ફૂલ આવે છે. ફૂલમાં ઝૂમખાં હોય છે. તેનાં કાલાં બે માસ જેટલા વખત પછી પાકે છે. તેમાંથી રેશમ જેવું સફેદ રૂ નીકળે છે. આ રૂ તકીઆ વગેરે ભરવામાં તથા લડાઈ વખતે જિંદગી બચાવનારા વાસ્કુટ વગેરે ચીજો બનાવવામાં વપરાય છે. હાલમાં તે રૂમાંથી કાપડ પણ બને છે. જાવા અને ફિલિપાઈન ટાપુમાં આ ઝાડ પુષ્કળ થાય છે. આ ઝાડને કાપોક કહે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.