સમુદ્રપાન

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

( પુરાણ ) સમુદ્રને પી જવો તે. કહેવાય છે કે, અગસ્ત્ય ઋષિએ સમુદ્રપાન કર્યું હતું; ઉતથ્યે પૂર્વે સમુદ્રનું પાન કર્યું હતું. આ ઉતથ્ય અંગિરસ ગોત્રનો અને બહુ સ્વરૂપવાન હતો. ચંદ્રે પોતાની રૂપવતી કન્યા ભદ્રા પરણાવી હતી. ઉતથ્યનો આશ્રમ યમુનાના તટ ઉપર વનપ્રદેશમાં હતો. વરુણને પહેલેથી જ ભદ્રાને પરણવાની ઇચ્છા હતી. તેથી તે ઉતથ્યની ગેરહાજરીમાં ભદ્રાને લઈ ગયો. ઉતથ્યે નારદ સાથે ભદ્રા પાછી આપવાનું વરુણને કહાવ્યું. પણ વરુણે નારદની શિખામણ માની નહિ. આથી ઉતથ્યે પોતાના તપોબળથી જગતનું જળ સ્થંભાવ્યું અને પીવા માંડ્યું.તોપણ વરુણે ભદ્રા આપી નહિ. પછી ઉતથ્યે પૃથ્વીને કહી ત્યાંથી સમુદ્ર ખસેડ્યો અને સરસ્વતી નદીને પણ તે પ્રદેશ છોડી મરુ દેશ પ્રત્યે જવાનું કહ્યું. આ રીતે સર્વ પ્રદેશ શુષ્ક કરી નાખ્યો એટલે વરુણ ભદ્રાને લઈ શરણે ગયો.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects