| 2 |
|
पुं. |
( પુરાણ ) પાંડવપુત્ર જનમેજયે સર્પોના નાશ માટે કરેલો યાગ. એ સત્રમાં ચ્યવનવંશનો શ્રેષ્ઠ વેદવેત્તા ચંડભાર્ગવ હોતા. વૃદ્ધ અને વિદ્વાન કૌંસ જૈમિનિ ઉદ્દગાતા, સારઙ્ગરવ બ્રહ્મા, પિઙ્ગલ અધ્વર્યુ અને શિષ્ય અને પુત્રો સહિત વ્યાસ સદસ્ય હતા. એ સિવાય વળી ઉદ્દાલાક, પ્રમતક, શ્વેતકેતુ, પિંગળ, અસિત, દેવલ, નારદ, પર્વત, આત્રેય, કુંડ, જઠર, કાલધટ ઋષિ, વાત્સ્ય, જપ સ્વાધ્યાય અને શીલવાળા વૃદ્ધ શ્રુતશ્રવા, કોહલ, દેવશર્મા, મૌદગલ્ય અને સમ સૌરભ એ બધા સભાસદ થયા હતા. એ સત્રમાં વાસુકિકુળના કોટિશ, માનસ, પૂર્ણ, શલ, પાલ હલીમક, પિચ્છલ, કૌણપ, ચક્ર, કાળવેગ, પ્રકાલન, હિરણ્યબાહુ, શરણ, કક્ષક, અને કાલતક, તક્ષકકુળના પુચ્છાંડક, મંડલક, પિંડસેકતા, રભેણક, ઉચ્છિખ, શરભ, ભંગ બિલ્વતેજા, વિરોહણ, શિલિ, શલકર, મૂક, સુકુમાર, પ્રવેપન, મુદ્ગર, શિશુરોમા, સુરોમા ને મહાહનુ, ઐરાવતકુળના પારાવત, પારિયાત, પાંડર, હરિણ, કૃશ, વિહંગ, શરભ, મેદ, પ્રમોદ અને સંહતાપન, કૌરવ્યકુળના એરક, કુંડળ, વેણી, વેણીસ્કંધ, કુમારક, બાહુક, શૃંગવેર, ધુર્તક, પ્રાતર અને આતક તથા ધૃતરાષ્ટ્રકુળના શંકુકર્ણ, પિંડરક, કુઠાર, મુખસેચક, પૂર્ણંતાદ, પૂર્ણમુખ, પ્રહાસ, શકુનિ, દરિ, અમાહત, કામઠક, સુષેણ, માનસ, અવ્યય, ભૈરવ, મુંડવેદાંગ, પિશંગ, ઉદ્રપારક, ઋષભ, વેગવાન, પિંડારક, મહાહનુ, રક્તાંગ, સર્વસારંગ, સમૃદ્ધ, પટવાસક, વરાહક, વીરણક, સુચિત્ર, ચિત્રવેત્રિક, પરાશર, તરુણક, મણિ. સ્કંધ અને આરુણિ. આ બધા સર્પો તેમના પુત્રપુત્રાદિકો સહવર્તમાન અગ્નિમાં હોમાઈ ખાખ થઈ ગયા હતા. તક્ષક નાસીને ઇંદ્રને શરણે જઈને સિંહાસનને વળગી રહ્યો હતો. તેને સિંહાસન સહિત આહ્વાહન કર્યું તેથી એ પડવાની તૈયારીમાં હતો. તેટલામાં આસ્તિક ઋષિ ત્યાં આવ્યા જનમેજયે તેમની પૂજા કરી માગવાનું કહેતાં એમણે યજ્ઞ બંધ કરવાનું માગવાથી સર્પસત્ર અધૂરો રહયો અને બાકી રહેલા નાગકુળો ઊગર્યા.
|