स्त्री.
સહકારથી કામ કરવાની યોજના. ગાંધીજી લખે છે કે; હું ચોક્કસ માનું છું કે, જમીનની માલિકી રાજ્યની હોય, એટલે તેના પર સહકારી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો જ વધારેમાં વધારે નીપજ થાય. વળી એ પણ યાદ રાખવું જોઇએ કે સહકારી પદ્ધતિ ચુસ્ત અહિંસાના પાયા પર જ રચવી જોઇએ. હિંસાથી ભરેલી સહકારી પદ્ધતિ કદી સફળ નહિ થાય. સહકારી પદ્ધતિનો મારો ખ્યાલ એવો છે કે, જમીનના માલિકો બધી જમીનની સહિયારી માલીકી ધરાવશે અને તેમાં ખેતી પણ સહકારને ધોરણે જ કરશે. એથી મજૂરી, મૂડી અને ઓજારો તેમજ હથિયારો વગેરેને અંગે મોટી કરકસર થઇ શકશે. જમીનના માલિકો સહકારને ધોરણે ખેતી કરી મૂડી, ઓજારો, જનાવરો, બિયાવું વગેરે પણ સહકારને ધોરણે સહિયારું રાખશે. મારા ખયાલ મુજબની સહકારી ખેતી આ ભૂમિની સૂરત બદલી નાખશે અને આપણી વચ્ચેથી ગરીબી અને આળસ અથવા જડતાને હાંકી કાઢશે. પણ લોકો પરસ્પર મૈત્રી ન કરે અને એક કુટુંબના અંગો જેવાં ન બને તો બધું શી રીતે થાય ? એ સારો દિવસ ઊગશે ત્યારે કોમી સવાલનું ભૂંડું ચાંદું આપણા દેશના શરીર પર નહિ હોય.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.