स्त्री.
[ સં. સગદીદ ]
પારસીઓમાં ચથ્રુ ચશ્મ એટલે ચાર આંખવાળા એટલે કે બે આંખ અને બે આંખ ઉપર આંખ જેવા ડાઘાવાળા કૂતરાને મૂડદું દેખાડવાની ક્રિયા કરવામાં આવે છે તે. આ ક્રિયા માટે જુદાં જુદાં કારણ જણાવવામાં આવે છેઃ કેટલાક કહે છે કે, આ જાતના કૂતરામાં માણસમાં જીવ છે કે નહિ તે પારખવાની શક્તિ ખાસ હોય છે. જો જીવ જતો રહ્યો હોય તો તે શરીર તરફ તાકીને જુવે છે અને જીવ ગયો ન હોય તો તેના સામું બિલકુલ જોતો નથી. આથી અસલના ઈરાનીઓમાં કૂતરાને શબનાં દર્શન કરાવવાનો હેતુ, જીવ છે કે નહિ, તે ખાતરી કરવાનો હતો. બીજાઓ કૂતરાની આંખોમાં કાંઈ માનેલી આકર્ષક સત્તાને આ ક્રિયાના કારણરૂપે જણાવે છે. વળી બીજાઓ બધાં પ્રાણીમાં સૌથી વધારે વફાદાર મનાતા કૂતરાને મૂડદું દેખાડવાની ક્રિયાને સંબંધ વફાદારી અને આભારની લાગણીના વિચાર સાથે જોડે છે કે જે લાગણી જીવતા અને વહાલા પરલોકવાસી વચ્ચે રહેવી જોઈએ. કોઈ વળી કૂતરાની કીમતી સેવાની કદર બૂજવાને તેના કારણરૂપે જણાવે છે. બીજાઓ વળી મૂડદાંની નજીક કૂતરાની હાજરીને બધી અનૈતિક વૃત્તિઓના નાશના ચિહ્ન રૂપ માને છે. આ સાગદીદની ક્રિયા શબને ચાદર ઓઢાડવાની ક્રિયા દરમિયાન બે વખત કરવામાં આવે છે અને દરેક ગાહ એટલે દિવસના પાંચ જુદા જુદા ભાગ માંહેનો એક તેમાં ફરી ફરીને કરવામાં આવે છે. જો કૂતરો ન મળી શકે તો કાગડા અને ગીધ જેવાં માંસાહારી પક્ષી વડે સાગદીદ કરવાની છૂટ છે. એટલે કે, કોઈ માંસાહારી પક્ષી ઊંચે ઊડતાં ઊડતાં શબને જુએ તો પણ બસ છે એમ મનાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.