पुं.
દરિયાનો પ્રવાહ. દરિયાના પ્રવાહો ગરમ ને ઠંડા એમ બે જાતના છે. જે આ પ્રવાહોમાં ઝડપાય તે હજારો માઈલની ઘૂમરીઓ ખાઈ શકે છે. પેસિફિક મહાસાગરમાં આવા કેટલાયે પ્રવાહો દોડે છે. એમાં સૌથી અગત્યનો એક જાપાની પ્રવાહ છે. જેને ક્યૂરો-સીવો કહેવામાં આવે છે. એક ક્યૂરો-સીવો પ્રવાહ જાપાન થઈ ને ઉત્તર પેસિફિકમાં આડો પડે છે અને ત્યાંથી આલાસ્કા પહોંચે છે અને તેને ઠરી જતો અટકાવે છે અને પછી એકદમ દક્ષિણ તરફ દોડીને કેલીર્ફોર્નિયાને ખુશનુમા કરે છે. પણ ખૂબ જાણવા જેવો તો એક પ્રવાહ આટલાંટિક મહાસાગરમાં દોડે છે, એનું નામ છે ` ગલ્ફ સ્ટ્રીમ યાને અખાતી પ્રવાહ ` એ પચાસ માઈલ પહોળો છે. પંદરસો ફૂટ ઊંડો છે અને કાંઈ કેટલાયે સૈકાઓથી મેક્સિકોના અખાતની ગરમીથી યુરોપના ઉત્તર ભાગને ફળદ્રુપ બનાવે છે અને જીવન માટે જોઈએ તેટલી ગરમીવાળો રાખે છે. એ આટલાંટિકની ઉત્તરેથી ઝબકીને જાગે છે અને ત્યાંથી ફૂંફાડા મારતા અજગર જેવો એ મહાસાગરની મધ્યમાં ગોળ ચક્કર ફરે છે અને એ વચમાંનાં સારાગોસાના સમુદ્રને ઘૂમરીઓ ખવડાવે છે. તેમાંની માછલીઓને ફૂદડીઓ ફેરવે છે ને મસ્ત ફરે છે. આટલાંટિકની ઉત્તરેથી ઝબકીને જાગતો આ પ્રવાહ કેરીબીઅન સમુદ્રમાં પેસે છે. ત્યાંથી આફ્રિકાના કિનારા પરથી પશ્ચિમમાં જતો એક પ્રવાહ એને મળે છે. તેથી તે સમુદ્ર છલકાઈ જાય છે અને તેથી કુબાની વચમાં પેસવું પડે છે. ત્યાં એ ઘૂઘવતો ગરમ ગરમ થઈ જાય છે અને ઉત્તર તરફ અમેરિકાને કિનારે વહેવા માંડે છે પણ ન્યુફાઉન્ડલેન્ડનો કિનારો એ છોડે છે ત્યાં તો એક લેબ્રેડોર નામનો નવો પ્રવાહ એને જોડાય છે. આ પ્રવાહ ગ્રીનલેન્ડમાંથી આવતો હોવાથી ખૂબ ઠંડો છે. આ બંનેની ભાઈબંધીથી આટલાંટિકને ભયાનક બનાવતું ઘાટું ધુમ્મસ પથરાઈ જાય છે. એ ધુમ્મસ નીચેના પાણીમાં ગ્રીનલેન્ડમાંથી લેબ્રેડોર પ્રવાહ આવે છે અને બરફના જંગી ખડકો તેમાં તરે છે. એ ખડકો વહાણો ને સ્ટીમરોને ચીરી નાખે છે. ત્યાંથી આ ગલ્ફસ્ટ્રીમ પશ્ચિમ યુરોપ તરફ વહીને આર્ટિક સમુદ્રમાં પડે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.