स्त्री.
એક દેશી રમત. તેને દડી ઠીકરી, દેગરડી પણ કહે છે. રમનાર છોકરાં મેદાનમાં ધૂળથી નાનું કૂંડાળું કરે છે. પછી તેમાં વચ્ચોવચ એક ઈંટ ઊભી મૂકે છે. કૂંડાળાથી પચીસ કદમને છેટે તાકવાની જગ્યા મુકરર કરે છે. ને ત્યાં ધૂળની ઢગલીનું નિશાન કરે છે. આ ઠેકાણે બધા છોકરા ઊભા રહે છે. પછી વારાફરતી દરેક છોકરો પોતાના હાથમાં સાતે ઢેફાં રાખેલાં હોય તે વડે કૂંડાળામાં મૂકેલી ઈંટને તાકે છે. જેનાં સાત ઢેફાં ઈંટમાં વાગે તે જીત્યા કહેવાય છે. સાતે વખત ન આંટનાર હારેલા છોકરાને આંખે પાટા બાંધી ઘા કરવાની જગ્યાએથી જ્યાં ઈંટ મૂકી હતી તે કુંડાળું શોધી આપવાનું હોય છે. જો શોધી કાઢે તો તેને માથેથી દાવ ઊતર્યો ગણાય; જો ન શોધી શકે તો દરેક જીતેલો છોકરો તેના વાંસામાં સાત ધપ્પા મારે છે ને રમત પૂરી થાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં