पुं.
નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલ એ નામનો એક ઘાટ. નર્મદા પંચાંગમાં તેની કથા છે કે, પ્રાચીન સમયમાં એક મહાત્માએ અહીં યજ્ઞ કર્યો હતો. તેની ભસ્મ નીકળે છે. એક વખતે તેની પાસે એક બ્રાહ્મણ આવ્યો અને કહેવા લાગ્યો કે, મારા હાથથી બ્રહ્મહત્યા થઈ છે, તેની નિવૃત્તિ થવી જોઈએ. આ પ્રાર્થના સાંભળીને મહાત્માજીએ પીપળાની લાકડી તે બ્રાહ્મણને આપીને કહ્યું કે, આર્યાવર્તનાં તીર્થની યાત્રા કરવા તું જા અને ત્યાં આ ડંડાને સ્નાન કરાવતો જજે. જે તીર્થમાં આ ડંડામાંથી અંકુર ફૂટે ત્યાં સ્નાન, દાન કરવાથી તારી બ્રહ્મહત્યા મટી જશે. પછી બ્રાહ્મણે તે ડંડાને જગતનાં બધાં તીર્થોમાં નવરાવ્યો, પરંતુ કાંઈ થયું નહિ. પછી તે નર્મદાકાંઠે અહીં આવ્યો અને નિત્યક્રમ પ્રમાણે ડંડાને નર્મદાજીમાં ડુબાડ્યો તો તેમાં સાત અંકુર નીકળ્યા. આ જોઈને બ્રાહ્મણે સ્નાન, દાન પિતૃતર્પણ વગેરે ક્રિયા કરીને બ્રાહ્મણભોજન કરાવ્યું. બ્રહ્મહત્યા મટી ગઈ. ડંડામાંથી નીકળેલ સાત અંકુરના સાત પીપળા થયા. તેમાંથી હાલ એક જીવિત છે. અમુક સમય પછી આ તીર્થમાં એક ગાયનો ઉદ્ધાર થયો. આ કારણે આને ગૌધારીઘાટ પણ કહે છે. અહીં પિતૃતર્પણ, શ્રાદ્ધ પિંડદાન વગેરે ક્રિયાનું માહાત્મ્ય ગણાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.