पुं.
સૂર્ય શિશિરના વર્ગની એક પ્રકારની વનસ્પતિ. તેને અંગ્રેજીમાં વેનસ ફલાઈ ટ્રેપ એટલે માખી પકડવાનો સાપલો અથવા જાળ કહે છે. એ ઉત્તર કારોલિનના પૂર્વભાગમાં જ માલૂમ પડે છે. સૂર્યશિશિરની પેઠે, ભીની જમીનમાં તથા વેરાન ભૂમિમાં ઉત્પન્ન થાય છે. એને થડ નથી. પાંદડાં મૂળમાંથી ઉપર આવે છે. પાંદડાં જરા મોટાં તથા પહોળાં હોય છે. દીંટના પછી પાતરું, બીજાં સાધારણ પાતરાંની પેઠે બે ભાગમાં જુદા પડે છે. પાંદડાનો એક ભાગ બીજાની સાથે ઘણું કરીને સરખા ખૂણાથી ઊભો રહે છે. પાંદડાંના ભાગના કિનારા પર કાંટા હોય છે અને તે કાંટા લાંબા ધારવાળા થોડે થોડે છેટે હોય છે. માખીના સાપલામાં જીવડું કે પતંગિયું પડ્યાથી પાતરાના બે ભાગ પણ બંધ થવાની વખતે કિનારા પરના કાંટાઓ બરાબર સૂર્યશિશિરની પેઠે એક પછી એક સંકોચાઈ ને બંધ થાય છે. દરેક પાંદડાના ઉપલા ભાગમાં ત્રણ નાનાં નાનાં કાંટા એવી રીતે ઊઠે છે કે, જો રેખાથી તેઓના મૂળ દેશ કે શિરોદેશ એક બીજાની સાથે સંયોજિત થાય તો એક ત્રિભૂત અંકિત થાય. કાંટો ઇંચના વીસમા ભાગ જેટલો હોય છે. એ કાંટાની સ્પર્શ જીવનશક્તિ બહુ જાગ્રત તથા આશ્ચર્યવાળી હોય છે. અતિ ધીમેથી તથા સહેજે કોઈ એક કાંટાને અડક્યાથી બધાં પાતરાં તરત એક પછી એક બંધ થઈ જાય છે. સૂર્ય શિશિરના કાંટાની પેઠે એના કાંટા નમતા નથી. એને અડક્યાથી જ વીજળીના શક્તિ સંચારની પેઠે, તે સ્પર્શ થતાં જ બધાં પાતરાંનાં શરીરને જાગ્રત અવસ્થામાં લાવે અને પળમાં પાંદડાંના બે ભાગ સૂડીની પેઠે બંધ થઈ જાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.