पुं.
[ સં. અહિગંધા ]
એ નામની ઔષધિ; ઈશ્વરમૂળ; નોરવેલ. શાસ્ત્રોમાં તેને શીતજ્વર મટાડવામાં અતિ ઉપયોગી વર્ણવેલ છે. શીતજ્વરનાં જંતુઓનો નાશ કરવા માટેની તેની તાકાત સ્વદેશ કે વિદેશોમાં પૂરવાર થઈ ચૂક્યાનું કહેવાય છે. સર્પના ઝેર ઉપર ઘણું ઉપયોગી ઔષધ માનવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રીઓએ તો બીજાં અનેક દરદો મટાડવા માટે તેનાં ભારોભાર વખાણ કર્યાં છે. ઈશ્વરમૂળને ઘણા લોકો નોરવેલ તરીકે પણ ઓળખે છે. એના વેલા થાય છે. એમાં કાળી અને ધોળી એવી બે જાત છે. કાળી સાપસૂત વધારે ગુણવાળી છે. તે ઘણી કડવી છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ