न.
એ નામનું એક પક્ષી. નર તથા માદા દેખાવ અને કદમાં સરખાં હોય છે. લંબાઈ ૧૧ ઇંચ છે. માથાનું તાળવું કાળું, નાક અને છાતીનો ઉપલો ભાગ કાળી ભૂરી રેખાંકિત બદામી, પીઠ કાળી, પાંખો કાળી ભૂરી, પુચ્છ કાળું અને માથાની કોર ઉપર બદામી પટીઓ હોય છે; નીચલા ભાગનાં પીંછાં સફેદ હોય છે. આ પક્ષી યરપ, એશિઅ, આફ્રિક અને અમેરિકામાં મોટી સંખ્યામાં જોવામાં આવે છે. અને તેની જાતો પણ ઘણી છે. હિંદુસ્તાનમાં ખાસ કરીને કશ્મીરમાં આ પક્ષી હોય છે અને શિયાળામાં દક્ષિણ તરફ પ્રયાણ કરે છે. જ્યાં કાદવ અને પાણીની સાથે રક્ષણ હોય છે. ત્યાં જુદે જુદે સ્થળે આ પક્ષી હોય છે. તેની મોટી આંખ ઉપરથી એમ ભાસે છે કે તે નિશાચર છે. દિવસના ઘણાખરા ભાગમાં તે ઊંધ્યાં કરે છે. તે બિયાં ખાય છે તોપણ કાદવમાંથી પકડી પાડેલાં ઝીણાં જંતુ વધારે પ્રમાણમાં ખાય છે. આ કામ માટે તેની લાંબી ચાંચ ફાવે છે. જો તેને બિવડાવવામાં આવે તો તે ઝડપથી આકાશમાં ઊડે છે. ઈંડાં મૂકવાની ઋતુ વખતે તે પાંદડાં વગરનાં ઝાડો ઊપર બેસવાનું પસંદ કરે છે. એક વખતનાં ઈંડાંની સંખ્યા ચારની હોય છે. આ સિવાય તેની બીજી એક જાત ચિત્રિત દીર્ઘચંચુ પણ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ