स्त्री.
[ સં. ]
( યોગ ) ત્રણ માંહેની એક પ્રકારની નેતિ. દેશી કે ચીનાઈ સૂતરનો ગ્રંથિ વિનાનો ચીકણો તાંતણો ત્રણ કે ચાર વેંતની લંબાઈનો રાખી તે સવાસો વડો કે દોઢસો વડો કરવો. પછી તેના મધ્યભાગમાં એક તાંતણો બાંધી અર્ધા ભાગને વળ દીધા વિનાનો રહેવા દેવો અને બીજા અર્ધા ભાગના ત્રણ સરખા ભાગ કરીને તેમને ઉંદરપુચ્છા કરી સારી રીતે વળ દઈ દૃઢ કરવાં. સિદ્ધ થયેલા તે અર્ધા ભાગને મીણ ચઢાવી સુંવાળો કરવો. પછી ઉગમણે અથવા ઉત્તરાદે મોઢે ઊભડક બેસી, ડોક લાંબી કરી, નાકને શુદ્ધ કરી તથા નેતિને પાણીમાં ભીંજવી મીણવાળા ભાગનો છેડો ધીરેથી નાકના જે છિદ્રમાંથી પવન વહેતો હોય તે છિદ્રમાં નાખી તે છેડો ગળા ઉપરની કાકડી આગળ આવે ત્યારે તેને જમણા હાથના અંગૂઠા તથા તર્જની વડે પકડી મોઢા વાટે તે નેતિ બહાર કાઢવી. આ રીતને સામાન્ય નેતિ કહે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.