पुं.
( વેદાંત ) ચક્ષુ આદિક ઇંદ્રિયોનાં સંયોગાદીક લૌકિક સંબંધવાળો જે પદાર્થ છે, તે પદાર્થ જ્યાં વિશેષ્ય હોય એવા ચાક્ષુષાદિક જ્ઞાનમાં રહેલ પ્રકારીભૂત સામાન્ય. જેમ, રસોડા વગેરેમાં ધૂમની સાથે ચક્ષુ ઇંદ્રિયનો સંયોગ સંબંધ થયા પછી `આ ધુમાડો છે` એ પ્રકારનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. તે પ્રત્યક્ષ જ્ઞાનમાં તે ચક્ષુ ઇંદ્રિયના સંયોગવાળો ધૂમ તે વિશેષ્ય છે અને ધૂમમાં રહેલી ધૂમત્વ જાતિએ પ્રકાર છે. માટે તે ચક્ષુ ઇંદ્રિય સંબદ્ધ- ધૂમ તે વિશેષ્યક પ્રત્યક્ષ જ્ઞાન વિષે પ્રકાર રૂપ હોવાથી, તે ધૂમત્વ જાતિ સામાન્ય લક્ષણ સન્નિકર્ષ કહેવાય છે. એ ધૂમત્વ જાતિરૂપ સામાન્ય સર્વ ધૂમોમાં સમવાય સંબંધે કરીને રહે છે. અર્થાત્ પૂર્વે નાશ પામેલા તથા હવે પછી ઉત્પન્ન થનારા જેટલા ધૂમ છે, તથા હમણાં વર્તમાન કાળમાં રહેલા દેશાંતરોમાં જેટલા ધૂમ છે, તે સર્વ ધૂમોમાં એ ધૂમત્વ સામાન્ય સમવાય સંબંધે કરીને રહે છે. એ ધૂમત્વ જાતિરૂપ સામાન્ય જ ચક્ષુ ઇંદ્રિયનો તે સર્વ ધૂમો સાથે સંબંધ છે. માટે `આ ધૂમ` એ પ્રકારનું ચાક્ષુષ પ્રત્યક્ષ થયા પછી તે ધૂમત્વરૂપ સામાન્ય લક્ષણ સન્નિકર્ષ વડે `સર્વ ધૂમો` એ પ્રકારનું તે ધૂમો વિષયક અલૌકિક પ્રત્યક્ષ ચાક્ષુષ ઉત્પન્ન થાય છે. સામાન્ય લક્ષણ સન્નિકર્ષમાં `લક્ષણ`એવું પદ છે. તે `લક્ષણ` પદના બે અર્થ થાય છે. એક તો લક્ષણ એટલે સ્વરૂપ અને બીજું લક્ષણ એટલે વિષય. પહેલી રીતે સામાન્ય છે. લક્ષણ એટલે સ્વરૂપ જેનું એવો સનિકર્ષ એવો અર્થ થાય અને બીજી રીતે સામાન્ય છે. લક્ષણ એટલે વિષય જેનો એવો સનિકર્ષ એવો અર્થ થાય. પહેલી રીતે ધૂમત્વાદિક સામાન્ય સનિકર્ષ થાય છે અને બીજી રીતે ધૂમત્વાદિક સામાન્યનું જ્ઞાન એ સન્નિકર્ષ થાય છે. અત્યાર સુધી જે સામાન્ય લક્ષણ સન્નિકર્ષનો અર્થ કર્યો તે પહેલી રીતે કર્યો છે, બીજી રીતે અર્થ આ પ્રમાણે છે: આ ધૂમ છે` આ પ્રકારના જ્ઞાનની ઉત્પત્તિ થયા પછી બીજે દિવસે તે ધૂમની સાથે ચક્ષુ ઇંદ્રિયના સંયોગનો અભાવ છતાં પણ તે ધૂમત્વરૂપ સામાન્ય ધૂમ વિષે વિદ્યમાન છે. માટે તે ધૂમત્વરૂપ સામાન્ય લક્ષણ સન્નિકર્ષ વડે માનવા જોઈએ એવો કેટલાક ગ્રંથકારોનો મત છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.