| 1 |
[ અ. સઅલમ ( સાલમ ) + સં. પાક ( પકવવું તે ) ] |
पुं. |
એ નામે એક જાતનો ખાદ્ય પદાર્થ; સાલમ વગેરે વસાણા નાખીને બનાવાતો પાક. સાલમ, ધોળી મૂસળી, કાળી મૂસળી, એખરાનાં બીજ, ગોખરુ, બલબીજ, કવચ, શતાવરી, કમરકસ, ત્રિકટુ, કુલફનાં બીજ, નીરગંઠી, વંશલોચન, આસન, સફેદ બ્રાહ્મી, અજમો, સુવા, તજ, ઇલાયચી, જાયફળ, જાવંત્રી, વાવડિંગ, અકલકરો, અસાળિયો, લીંડીપીપર, પીપરીમૂળ, ઇસબગોલ, ખસખસ, બાવળિયો ગુંદ, શિંગોડાં, કેસર, અને સાકર એ બધી વસ્તુઓનું મિશ્રણ કરતાં જે પાક બને છે તેને સાલમપાક કહે છે. અથવા સાલમપાક બીજી રીતે પણ આ પ્રમાણે તૈયાર થઈ શકે છે: એક શેર સાલમ લઈ તેને ખાંડી હવાલે ચાળી તેનો મણ એક દૂધમાં માવો કરવો. પછી તે સાલમવાળા માવાની ત્રણ શેર ઘીમાં કીટી કરવી. બાદ ૧૨।। શેર સાકરની ચાસણી કરી તેમાં પહેલવહેલી સાફ કરેલી કાળી દ્રાક્ષ નાખવી અને તે જરા ફૂટે એટલે તૈયાર કરેલી કીટી તથા ઉપર બીજું ૭ શેર ઘી નાખવું અને તેમાં આ પ્રમાણે ચીજો નાખવી. બદામનાં મીંજ શેર ૧, પીસ્તાં શેર ૦।।, ચારોળી શેર ૦।।, જાયફળ તોલો ૧, ખસખસ શેર ૦।, એલચી તોલા ૫ અને કસેર તોલા ૨।। નાખવાં ને મરજીમાં આવે તે પ્રમાણે યોગ્ય માત્રાથી લોહભસ્મ, અભ્કતભસ્મ, અગર સુવર્ણ ભસ્મ નાખવાં. બીજો વધારે ઓસડનો ડૂચો નાખવો નહિ. એથી પાક કડવો અને નિ:સ્વાદ થઈ જાય છે અને તે ખાવાતો નથી. સાલમપાક ૨ થી ૫ તોલાની માત્રામાં ખવાય છે શિયાળામાં આ દેશમાં સાલમપાક ખાવાનો રિવાજ ચાલે છે. તે આખા શરીરને પુષ્ટિ આપે છે. તે પુષ્ટિકારક અને વીર્યવર્ધક ગણાય છે. આ પાક તરુણાવસ્થાની ઔષધિ છે અને છતાં યે શિયાળા સિવાય ખાવી ઘણી વખત ભયાનક નીવડે છે. શરીરમાં નવું જોમ, નવું યૌવન, નવી તાકાત લાવવા માટે આ ઔષધિ આયુર્વેદે વર્ષો પૂર્વે શોધી કાઢી છે. તેમાં રહેલી તાજગી અને તેના મિશ્રણમાં રહેલી યૌવન પાછું લાવવાની તાકાત ભાગ્યે જ બીજી કોઈ ઔષધિમાં જોવામાં આવે છે. આ ઔષધિ સાદી છતાં યે ગુણકારી છે. સાલમ શરીરમાં નવાં અણુઓ દાખલ કરવા અને જૂનાં ખવાઈ ગયેલાં અણુઓને પુનર્જીવન આપવા માટેની એક અણમોલ ઔષધિ છે. આંખને તેજ આપી, ધાતુને પુષ્ટિ આપી, શરીરમાં નવું જોમ પૂરનાર આ ઔષધિ જ્યારે ઘી, સાકર, માવો અને બીજાં ઔષધો જ્યારે જેવાં કે કૌંચાં, ગોખરુ, શતાવરી, બદામ, પિસ્તાં, કેસર, પીપર, અકલકરો વગેરેના મિશ્રણને પામે છે ત્યારે ઘી અને સાકર શરીરમાં ખૂટતી ચરબી કાંજીવાળાં તત્ત્વો પૂરાં પાડે છે. માવો એટલે ભારોભાર કેલ્સિયમ અને વિટામિન ` એ `ની યુતિવાળું ઔષધ. કૌંચાં ધાતુની આવેલી ક્ષીણતા અને ઇંદ્રિયોની કમજોરી દૂર કરવા માટેનું ચોક્કસ ઔષધ છે. ગોખરુ મૂત્રાશયના સોજાઓ દૂર કરી સ્વપન્દોષ આદિ રોગોને હટાવે છે. શતાવરી આયુર્વેદના મત પ્રમાણે પુરુષોનું હણાઈ ગયેલું પુરુષાતન પાછું લાવી માનવને જીવવાનો અધિકાર પાછો આપે છે. બદામ અને પિસ્તાં શરીરમાં નીરોગી તત્ત્વો દાખલ કરી વિટામિન ` એ` અને ` બી ` ની ક્ષતિઓ પૂરે છે. અકલકરો શરીરના જ્ઞાનતંતુઓને પુનર્જીવન આપે છે. પીપર પાચનરેચન કરવા માટેનું રામબાણ ઔષધ છે અને છતાં આંતરડાંઓને ગતિ આપી વિટામીન ` બી કોમ્પ્લેક્સ્. ` નાં તત્ત્વો પૂરે છે. કેસર શિયાળાની ઋતુમાં ખાવાથી શિયાળામાં આવતા રોગોને દૂર રાખવા માટેનું એ આયુધ બની રહે છે
|