स्त्री.
પદ્ધતિઓ પૂરેપૂરી અમલમાં આવ્યા સિવાયની બાંધેલી વ્યાપ્તિ. સાહચર્યમાં બંને અર્થો સાથે જ હોય છે, એકના વિના બીજો નથી હોતો, માટે તેને અવિનાભાવિત્વ પણ કહે છે. આ સાહચર્ય વ્યાપ્તિઓના ચાર પ્રકાર છે. (૧) જડ પદાર્થોના સ્વભાવો સંબંધી વ્યાપ્તિઓ સોનું પીળું છે, વાળીએ તેમ વળે તેવું છે, અમુક વિશિષ્ઠ ગુરુત્વવાળું છે. આ બધા ધર્મોનું સાહચર્ય જ જોઈને જ આપણે માનીએ છીએ કે, આ બધા સોનાના ધર્મો છે; એટલે કે જ્યાં જયાં એક ધર્મ હશે ત્યાં બીજા બધા હશે. (૨) બીજા પ્રકારની વ્યાપ્તિઓ સજીવ પદાર્થોની છે, જેવા કે ઝાડ, જનાવર સાહચર્યથી આપણે જાણીએ છીએ કે લીમડાને અમુક જાતની છાલ હોય, અમુક જાતનું ફળ હોય તેનાં પાંદડાં અમુક પ્રકારનાં હોય વગેરે.(૩) ત્રીજા વર્ગમાં આનાથી કંઈક ઓછી ચોક્કસાઈવાળી વ્યાપ્તિઓનો સમાવેશ થાય છે ` બંગાળી લોકો માથું ખુલ્લું રાખે છે,` તો એ પણ વ્યાપ્તિ છે પણ તે પહેલા બે વર્ગો જેવી કુદરતી નથી.(૪) ચોથા પ્રકારમાં ભૌમિતિક ધર્મોનો સમાવેશ થાય છે. કોઈ ખેતર ત્રિકોણકાર હોય તો આપણે કહી શકીએ કે તેની બે બાજુઓનો સરવાળો ત્રીજી કરતાં મોટો છે. આ સત્ય આપણે ભૂમિતિની રીતે સાબિત કરીએ તો આ અનુમાન થઈ જાય, પણ જ્યાં સુધી એમ કહેલ નથી ત્યાં સુધી તે કેવળ એક સાહચર્ય નો નિયમ છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.