સાહિત્ય તપસ્વી

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

સાહિત્યના ક્ષેત્રમાં તપસ્વી; ઘણાં કષ્ટ વેઠીને પણ સાહિત્યની સેવા કરનાર વિદ્વાન વેદ અને વેદાંગના ઋષિ મુનિઓ, હજારો શ્લોકોનાં પૂરવાળાં રામાયણ અને મહાભારતના વાલ્મિકી અને વ્યાસ, સંસ્કૃત વાણીના ભવ્ય ભવનને વ્યવસ્થિત કરનાર ભગવાન પાણિનિ, વિધવિધ શાસ્ત્રોના અધિષ્ઠાતાઓ, શુક્રાચાર્ય અને ભાસ્કરાચાર્ય, ચાણક્ય અને વિદુર, ભરત અને નારદ, કાલિદાસ અને ભવભૂતિ અને એવા અનેક આ પુણ્યખંડ ભારત દેશના સાહિત્ય તપસ્વીઓનાં તપની વિભૂતિ આપણી આગળ હજારો વર્ષ થયાં છતાં આજે પણ મોજૂદ છે. પશ્ર્ચિમ ખંડ તરફ દ્દષ્ટિ કરતાં ત્યાં પણ હોમર અને વર્જિલ, ઓશ્યન અને દાન્તે, રૂસો અને વોલ્ટેર, વિકટર હ્યુગો અને ગએટે, શેકસ્પીઅર અને મિલ્ટન, શેલી અને કીટસ્, જનોસન અને કોલરિજ, રસ્કિન અને બ્લેક, ડાર્વિન અને હેકલ, મીલ અને કોમ્ત, એમરસન અને થોરો. ન્યૂટન અને લેન્ડોર, કાર્લાઈલ અને ટોલ્સ્ટોય આદિ અનેક પ્રખર ભક્તોએ સાહિત્ય સેવામાં જ જીવન ગાળ્યાં છે. વર્તમાન કાળમાં જોતાં ખુદ આ આપણા ગુજરાત દેશમાં પણ નરસિંહ મહેતો, ભાલણ, પ્રેમાનંદ, સામળ, દયારામ અને આપણા ગઈ કાલના જ પ્રચંડ સાહિત્યભક્તો દલપતરામ, નર્મદાશંકર, નવલરામ અને ગોવર્ધનરામ જેવાં પુણ્ય નામો તો હજી આપણી જીભ ઉપર તાજાં જ છે. ભારતના જગદ્દવિખ્યાત આધુનિક કવિવર શ્રીયુત રવીન્દ્રનાથ ટાગોરની અસ્ખલિત સાહિત્યભક્તિ તો હજી હમણાં સુધી ધોધના જેવો ભર્યો ભર્યો ભવ્યસ્વર કાઢતી જ હતી. વર્તમાન ભારતના સનાતન સત્યની મૂર્તિ જેવા મહાત્મા ગાંધીજીએ પણ એ જ સાહિત્યની જેવી તેવી સેવા બજાવી નથી. એમના અપૂર્વ ચેતનબળથી ગુજરાતી સાહિત્યની બહુ વર્ષથી આકાશમાં જ વહેતી અમૃત ગંગાને એમણે પાછી નીચે ઉતારી ઘેર ઘેર વહેતી કીધી છે. આપણા કેટલાક હયાત સાક્ષરો પણ વિધવિધ રીતે પોતાની ઊંડી સાહિત્ય ભક્તિનાં પુણ્ય દર્શન આપણને કરાવી રહ્યાં છે. આ સર્વ તપસ્વીઓએ પ્રજાની ઉન્નતિ માટે સાહિત્યની જ સમાધિ ચઢાવેલી છે. એ તપસ્વીઓએ પ્રજાના હૃદયઘાટ ઉપર કાળનાં મોજાં અથડાતાં જોયાં અને એ ઘાટના ઘણાક પથ્થરોને ઢીલા પડતા જોતાં પોતાની ભક્તિ અને પોતાનાં તપ બેવડી પ્રાણશક્તિથી અપૂર્વ રીતે દીપાવ્યાં છે. એમના તપમાં સ્વર્ગના રાજ્યની આકાંક્ષા ન હતી, એમની ભક્તિમાં ધર્મપીઠ પામવાની આશા ન હતી, તેમ અખંડ સ્નેહ માટે કશા બદલાની માગણી ન હતી. પ્રભુની પ્રજામાત્રને પ્રભુના પ્રસાદ અખંડ મળતા રહે એ જ તેમનું ધ્યેય હતું. એ જૂના જોગીડાઓ જૂના છતાં આજે પણ નવીન જ છે અને તેમનું તપ કાળજૂનું છતાં હજીયે અખંડ જ ચાલી રહ્યું છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects