स्त्री.
સાહિત્યચર્ચા કરનારી પરિષદ કે સભા. પહેલી સાહિત્ય પરિષદમાં, ૧૯૦૫માં અમદાવાદમાં શ્રી ગોવર્ધનરામે તેને આશિષ આપી. ૧૯૦૭માં મુંબઈમાં શ્રી કેશવલાલે એને ગુજરાતી સાહિત્યના સાતત્યનું જ્ઞાન કરાવ્યું. ૧૯૦૯માં રાજકોટમાં શ્રી અંબાલાલ સાકરલાલે વ્યગ્રદશાને પામેલી પરિષદને ટકાવી રાખી. ૧૯૧૨માં વડોદરામાં શ્રી રણછોડભાઈએ એને પગભર કરી, ૧૯૧૫માં સુરતમાં શ્રી નરસિંહરાવે તેને તેજસ્વી સ્વરૂપ આપી, સંસ્થાઓમાં સામ્રાજ્ય આપવાનો પ્રયાસ કરવા માંડયો. ત્યાં પરિષદને સ્થાયી સ્વરૂપ આપવા માટે એક સમિતિ નિમાઈ. ૧૯૨૦ની અમદાવાદની પરિષદનું મહત્ત્વ મહાત્મા ગાંધીજી ને કવિવર રવીંદ્રનાથ જેવા બે મહા તેજસ્વી પુરુષોના મેળાપથી પ્રગટેલા તેજમાં ઢંકાઈ ગયું હતું, પણ શ્રી હરગોવિંદદાસના નેતાપણા નીચે પરિષદે સ્વરૂપ બદલ્યું. પરિષદ મંડળ પ્રગટયું. સંમેલનની સંસ્થા થઈ. ૧૯૨૪માં ભાવનગરની પરિષદ શ્રી કમળાશંકર ત્રિવેદીના પ્રમુખપણા નીચે ભરાઈ હતી. પરિષદ મંડળ નક્કી થયું અને મંડળ રજિસ્ટર કરવાની યોજના થઈ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.