न.
( જૈન ) જ્ઞાનના બે માંહેનો એક પ્રકાર. ઉપદેશજ્ઞાન અને સિદ્ધાંતજ્ઞાન એમ જ્ઞાનના બે પ્રકાર ગણાવાય છે. આત્માનું હોવાપણું, આત્માનું નિત્યપણું, આત્માનું એક અથવા અનેકપણું, બંધાદિ ભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા આ બધાંને દષ્ટાંત આદિથી જે પ્રકારે સિદ્ધ કર્યાં હોય છે તે સિદ્ધાંતજ્ઞાન કહેવાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે, સિદ્ધાંતજ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્જવલ ક્ષયોપશમે અને સદ્દગુરુના વચનની આરાધના ઉદ્ભવે છે. જે જીવમાં અસંગદશા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ છે અને અસંગતા વૈરાગ્ય અને ઉપશમથી આવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.