स्त्री.
શિક્ષણશાસ્ત્રની એ નામની એક પદ્ધતિ; ` ડિડકિટવ મેથડ `. આ પદ્ધતિ પ્રાચીનકાળથી ચાલી આવે છે. પ્રથમ સિદ્ધાંતને રજૂ કરી તે સિદ્ધાંતનું સત્ય દાખલાઓથી સમજાવવું અર્થાત્ દાખલાઓ ચાવી ચાવીને સિદ્ધાંત સાબિત કરવો એ પદ્ધતિ સિદ્ધાંતમૂલકપદ્ધતિ કહેવાય છે. ગણિત, ભૂમિતિ વગેરે વિષયો સિદ્ધાંતમૂલકપદ્ધતિથી શીખવાય છે. આમાં બુદ્ધિથી અથવા દલીલથી સિદ્ધાંત સમજાવીને તેનું ખરાપણું અથવા પરિણામ બતાવવામાં આવે છે. જે સાબિત કરવાનું હોય છે તે સિદ્ધાંત ઉપરથી દલીલો તારવીને સાબિત કરી બતાવવામાં આવે છે. આ પદ્ધતિથી ઊલટી પદ્ધતિ તે દષ્ટાંતમૂલકપદ્ધતિ છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.