| 1 |
|
पुं. |
( પુરાણ ) ઇક્ષ્વાકુવંશના દુર્યોધનની પુત્રી સુદર્શનાને અગ્નિથી જન્મેલો પુત્ર. એની સ્ત્રીનું નામ ઓઘવતી હતું. આ ઓઘવતી નૃગવંશના રાજાની કન્યા હતી. આ રાજાની અતિથિ ઉપર ઘણી જ મમતા હતી અને કદી પણ તે અતિથિને વિમુખ થતો નહિ. તેણે પોતાની સ્ત્રીને પણ અતિથિને વિમુખ ન થવા અને પોતાનું સર્વસ્વ માગે તો પણ આપવાનું વ્રર્ત પાળવાનું કહ્યું. તેની સ્ત્રી એ પ્રમાણે નિયમ પાળવા લાગી. એક વખત રાજા શિકાર કરવા ગયો હતો તેવામાં તેની સ્ત્રીની કસોટી કરવી મૃત્યુદેવ બ્રાહ્મણનો વેશ લઈ તેને ઘેર ગયા. ઓઘવતીએ તેનો સત્કાર કરી તેની ઇચ્છા જણાવવાનું કહેતાં મારે તારા શરીરનો ઉપભોગ કરવાની ઇચ્છા છે એમ તેણે કહ્યું. ઓઘવતીએ તેની ઇચ્છા પૂરી કરવાનું સ્વીકાર્યું. તેઓ રતિમાં રોકાયાં હતાં તેવામાં સુદર્શન શિકાર કરી પાછો આવ્યો પછીથી તેઓ બહાર આવ્યા અને રાજાએ અતિથિને દીઠો. પોતે નિંદ્ય કામ કર્યું છે તે માટે શિક્ષા કરવા તે બ્રાહ્મણે રાજાને કહ્યું. પણ રાજાએ કહ્યું, એ સ્ત્રી આપની દાસી છે; હું આપનો આજ્ઞાધારક સેવક છું. મારા આવવાથી આપની તૃપ્તિમાં ન્યૂનતા આવી હોય તો આપ જ મને સજા કરો. આથી મૃત્યુદેવે સંતુષ્ટ થઈને પોતાનું મૂળરૂપ પ્રકટ કર્યું અને કહ્યું કે, રાજા તેં મને હરાવ્યા. આમ કહી ઓઘવતીના અર્ધભાગને નદી બનાવી પૃથ્વી ઉપર સ્થાપી અને બાકી રહેલા અર્ધભાગ સહિત રાજાને સ્વર્ગે લઈ ગયો.
|
| 2 |
|
पुं. |
( પુરાણ ) ઋષભદેવના મોટા પુત્ર ભરત વડે પંચજનીને થયેલ પાંચ માંહેનો ત્રીજો પુત્ર.
|
| 3 |
|
पुं. |
( પુરાણ ) એ નામનો એક મુનિ. તે ભીષ્મના નિર્વાણ સમયે હાજર હતો.
|
| 4 |
|
पुं. |
( પુરાણ ) એ નામનો એક વિદ્યાધર. એક વખત એણે અંગિરા ઋષિની હાંસી કરી તેથી ઋષિએ એને શાપ આપ્યો કે, જા તું સર્પ થઈશ. આમ શાપને લીધે એ અંબિકાવનમાં અજગર થઈ
ને પડયો. ગોકુળમાંથી એક વખત નંદ બધા ગોવાળો વગેરેને લઈને યાત્રાએ ગયા હતા ત્યારે આ અજગરે તેમને ગળ્યાં. કૃષ્ણે એને મારી એનો ઉદધાર કરી નંદને છોડાવ્યા હતા.
|
| 5 |
|
पुं. |
( પુરાણ ) એ નામનો એક વિદ્યાધર. એક વખત એણે અંગિરા ઋષિની હાંસી કરી તેથી ઋષિએ એને શાપ આપ્યો કે, જા તું સર્પ થઈશ. આમ શાપને લીધે એ અંબિકાવનમાં અજગર થઈ
ને પડ્યો. ગોકુળમાંથી એક વખત નંદ બધા ગોવાળો વગેરેને લઈને યાત્રાએ ગયા હતા ત્યારે આ અજગરે તેમને ગળ્યાં. કૃષ્ણે એને મારી એનો ઉદ્ધાર કરી નંદને છોડાવ્યા હતા.
|
| 6 |
|
पुं. |
એ નામનો ધૃતરાષ્ટ્રના સો માંહેનો એક પુત્ર. એને ભીમસેને યુદ્ધમાં માર્યો હતો.
|
| 7 |
|
पुं. |
( પુરાણ ) એ નામનો ભારતવર્ષીય એક સામાન્ય પર્વત.
|
| 8 |
|
पुं. |
( પુરાણ ) એ નામનો હંસધ્વજ રાજાનો એક પુત્ર.
|
| 9 |
|
पुं. |
( પુરાણ ) એક પ્રાચીન દેશ.
|
| 10 |
|
पुं. |
( પુરાણ ) ચંદ્રમંડળમાં આવેલો એક દ્વીપ.
|
| 11 |
|
पुं. |
( પુરાણ ) જંબુદ્વીપમાં આવેલું કેતુરૂપ જાંબુડાનું ઝાડ. જંબુદ્વીપના મધ્ય ભાગમાં આવેલા ઉત્તરકુરુક્ષેત્રના પૂર્વાર્ધ ભાગમાં જાંબુનંદ સુવર્ણની જંબૂપીઠ આવેલી છે. એ પીઠો ઉપર બે યોજનનાં મૂળિયાંયુક્ત અને સાધિક અષ્ટ યોજન ઊંચું ગયેલું ત્રિકાલ શાશ્વત સુદર્શન નામનું જંબુવૃક્ષ છે. એનાં મૂળ, કંદ, થડ, શાખા વગેરે વિવિધ જાતનાં અને નાના પ્રકારનાં રંગબેરંગી છે.
|
| 12 |
|
पुं. |
જૈન ધર્મના પાંચમા બળદેવ.
|
| 13 |
|
पुं. |
મહારાષ્ટ્ર દેશનો એ નામનો એક રાજા. બૌદ્ધધર્મી અશોક રાજા વચ્ચેના યુદ્ધમાં તે વાસા ગામ પાસે મરાયો.
|
| 14 |
|
पुं. |
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. કેમકે, ભગવાનનું દર્શન એટલે જ્ઞાન અતિ સુંદર નિર્વાણરૂપ ફળ આપનાર છે અથવા તેનાં નેત્ર અતિસુંદર પદ્મપત્રની સમાન વિશાળ છે અથવા ભક્તોવડે સુગમતાથી દેખાય છે તેથી તે સુદર્શન કહેવાય છે.
ઉપયોગ
સુદર્શને અધ અધી અવધિત સ્થિર, વંદું વ્રજેસ હૃષીકેશ વીર. – વિહારી
|
| 15 |
|
पुं. |
( પુરાણ ) શિવનાં હજાર માંહેનું એક નામ.
|
| 16 |
|
पुं. |
( પુરાણ ) સૂર્યવંશના ઇક્ષ્વાકુ કુળના કુશ અન્વયમાં જન્મેલા ધ્રુવસંધિ રાજાને તેની મનોરમા નામની મોટી સ્ત્રીને કૂખે થયેલ પુત્ર. એ મોટો થયો એટલે ભરદ્વાજ ઋષિએ એને ઉપનયન સંસ્કાર કરીને વેદવેદાંગનું તેમ જ ધનુર્વિદ્યાનું પણ શિક્ષણ આપ્યું અયોધ્યાના ધ્રુવસંધિ રાજાને મનોરમા અને લીલાવતી નામે બે સ્ત્રીઓ હતી. મનોરમાને સુદર્શન અને લીલાવતીને શત્રુજિત નામે પુત્રો હતા. એક વખત ધ્રવસંધિ રાજા શિકારે ગયો હતો. ત્યાં તેને સિંહે મારી નાખ્યો. તેની અયોધ્યામાં જાણ થતાં વશિષ્ઠ તથા મંત્રીમંડળે મળીને સુદર્શનને ગાદી આપવાનો નિશ્ર્ચય કર્યો, કેમકે તે પટરાણીનો પુત્ર હતો. એ વખતે મનોરમાનો પિતા વીરસેન અને લીલાવતીનો પુત્ર યુધાજિતે અયોદ્ધા આવી પહોંચ્યા. યુદ્ધાજિતે શત્રુજિત ઉમરમાં મોટો હોવાથી તેને ગાદી મળવી જોઈએ એવો આગ્રહ કર્યો. વીરસેને કહ્યું કે, સુદર્શનને જ તે મળે. આ ઉપરથી બંને રાજા વચ્ચે યુદ્ધ થતાં વીરસેન તેમાં મરાયો. યુધાજિતે અયોધ્યા આવી પહોંચ્યો. યુધાજિત શત્રુજિતને ગાદી પર બેસાડ્યો અને મનોરમા તથા સુદર્શનને મારી નાખવા માટે ખોળતો હતો તેવામાં વિદલ્લ નામના પ્રધાને મનોરમા અને સુદર્શનને અયોધ્યામાંથી નસાડી, બધી હકીકત જણાવી તેને ભરદ્વાજ ઋષિના આશ્રમમાં સોંપ્યાં. યુધાજિત ઘણી તપાસને અંતે નિષ્ફળ થયો અને પાછો પોતાને દેશ ગયો. ત્યાં તેને મનોરમા અને સુદર્શન ભરદ્વાજના આશ્રમમાં હોવાની ખબર પડી. તેણે તે ઋષિ પાસે જઈ તેમની માગણી કરી, પણ ઋષિએ ના કહેવાથી, ` હું તેમને બળાત્કારે લઈ જઈશ .` એમ કહ્યું. આથી ઋષિએ તેનામાં પૂરતું બળ હોય તો તેમ કરવા પણ કહ્યું.પણ ભરદ્વાજે પોતાના પ્રધાનની સલાહથી તે પ્રમાણે ન કરતાં ઋષિને વંદન કરી પાછા જવાની આજ્ઞા માગી, અવંતી ગયો. સુદર્શન ભરદ્વાજે શીખવ્યાથી આદિ શક્તિની ભક્તિ કરતો હતો. આદિ શક્તિએ પ્રસન્ન થઈ કાશીના સુબાહુ રાજાની કન્યા શશિકળાને સ્વપ્નમાં સુદર્શનને પરણવાની આજ્ઞા કરી. કન્યાએ એ વાત પોતાની માતાને કહી. આ વાચ સાંભળીને તેના પિતાને તેમ કરવાનું રચ્યું નહિ. તેથી તેણે પુત્રીને પરણાવવાના ઉદ્દેશથી સ્વયંવર કરવાનું ઠરાવ્યું. સુદર્શનને શશિકળાએ છાની રીતે કહેવરાવ્યું. તેથી તે પણ બધા રાજા સાથે આવી પહોંચ્યો. શશિકળા તો સુદર્શનને જ પરણવાની હઠ લઈ સ્વયંવર વખતે સભામંડપમાં જ ન આવી. આથી બીજે દિવસે આવવાનું કહી રાજાએ તેમને રજા આપી. શશિકળાની ઘણી જ હઠ જોઈ સુબાહુએ રાતોરાત સુદર્શન સાથે તેનું લગ્ન કર્યું. બીજે દિવસે બધા રાજાઓએ આ જાણ્યું. તેઓ ઘણા ગુસ્સે થયા અને શત્રુજિતને મોખરે રાખી લડવા તૈયાર થયા. સુબાહુ પણ સુદર્શનને મોખરે કરી લડવા આવ્યો. શક્તિનું સ્મરણ કરી સુદર્શને યુદ્ધ શરૂ કર્યું. દૈવીશક્તિની મદદથી બધાને હરાવ્યા. યુધાજિત અને શત્રુજિત યુદ્ધમાં મરાયા. આથી બીજા રાજાઓ તેને શરણે આવ્યા. સુદર્શને પ્રાર્થના કરવાથી શક્તિ ત્યાંથી અંતર્ધાન થઈ. રાજાઓએ સંતોષ પામી, સુદર્શનના પ્રકટ વિવાહનાં સમારંભમાં ભાગ લીધો. સુબાહુએ સુદર્શનને ઘણું જ દ્રવ્ય, દાસ, દાસી, પશુઓ વગેરે આપી તેની મહત્તા વધારી, તેને શશિકલા સાથે વિદાય કર્યો. ત્યાંથી અયોધ્યા ગયો અને મંત્રીઓએ તેનો રાજ્યાભિષેક કર્યો. સુદર્શને લીલાવતીનું સગી માના જેવું જ સન્માન અને રક્ષણ કર્યું. શશિકલાને પેટે સુદર્શનને અગ્નિવર્ણ નામે પુત્ર હતો.
|
| 17 |
|
न. |
ઇંદ્રક વિમાન.
|
| 18 |
|
न. |
ઇંદ્રનું શહેર.
|
| 19 |
|
न. |
( પુરાણ ) એ નામનું ભારતવર્ષીય એક સરોવર. આ નામનું તળાવ ગિરનાર પાસે હતું. તેને અશોકે સમરાવ્યું હતું.
|
| 20 |
|
न. |
એક જાતનું કંદ. તે ઉષ્ણ, કફઘ્ન અને વાતહર છે.
|
| 21 |
|
न. |
એક જાતનું ફૂલ. સુદર્શને ફૂલ રાયબેલ જેવું હોય છે. તેની પાંખડીની અંદર પીળું કેસર હોય છે.
|
| 22 |
|
न. |
ખૂબસૂરતી.
|
| 23 |
|
न. |
તાવ ઉપર અપાતું એક અકસીર આયુર્વેદિક ચૂર્ણ.
|
| 24 |
|
न. |
માછલું.
|
| 25 |
|
न. |
સુદર્શન ચક્ર; કૃષ્ણ કે વિષ્ણુનાં ચક્ર.
ઉપયોગ
અણુગોળો અહિંસાને છે રેંટિયો સુદર્શન, રામબાણ રામ નામ તાક્યું તીર જ ખાદી છે. – ગાંધીગીતા
|
| 26 |
|
न. |
સુંદર દર્શન; સારો દેખાવ.
|
| 27 |
|
वि. |
સારા દેખાવવાળું; રૂપાળું; મનોહર.
ઉપયોગ
ભ્રૂ કસી અધર ડસી ચમકવતી, કુંડળ યુગલ સુદર્શન યુવતી. – ગીતગોવિંદ
|