સેવાગ્રામ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

મધ્ય પ્રદેશમાં વર્ધા જિલ્લાનું એ નામનું એક ગામ. જ્યારે ગાંધીજીએ દાંડીકૂચ વખતે સને ૧૯૩૦ માં એવો નિર્ણય કર્યો કે, સ્વરાજ્ય ન મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમ અમદાવાદમાં પાછો નહિ આવું ત્યારે ૧૯૩૨-૩૪માં તેણે અસ્પૃશ્યતા નિવારણ ઉપર પોતાનું કામ કેંદ્રિત કર્યું. તેમના અનુયાયી જમનાલાલ બજાજે વર્ધામાં રહી આ કાર્ય કરવા ગાંધીજીને આંમત્રણ આપ્યું. ગાંધીજી શરુઆતમાં મહિલા આશ્રમમાં રહ્યા. ત્યાર બાદ જમનાલાલ બજાજના ઉદ્યાનમાં ગયા. આ ઉદ્યાનગૃહનું નામ પાછળથી મગનવાડી રાખવામાં આવ્યું. સને ૧૯૩૬માં ગાંધીજીને શહેરી જીવનથી દૂર રહેવાની ઇચ્છા થઇ. વર્ધાથી દક્ષિણ-પૂર્વમાં પાંચ માઇલ દૂર આવેલ શેગાંવની પસંદગી થઇ. ગાંધીજીના અંગ્રેજ અનુયાયી મીરાંબેન અત્રે વસતા જ હતા. આ ગામમાં હરિજનોની વસ્તી પ્રમાણમાં ખૂબ હતી. ગામની સ્થિતિ પણ કંગાળ હતી. આ ખાસ વાત ધ્યાનમાં લઇ શેગાંવની પસંદગી કરવામાં આવી. ગાંધીજીના વસવાટથી ટપાલની દૃષ્ટિએ આ ગામની એટલી બધી અગત્ય વધી ગઇ કે, ભુસાવળ પાસે આવેલ શેગાંવ ગામની સાથે આ ગામની ટપાલનો ગોટાળો ન થાય તેથી ગાંધીજીએ સેવાગ્રામ એવું નામ પસંદ કર્યું અને સત્તાધીશોએ ૧૯૩૮ માં આ નામ મંજૂર કર્યું. શરુઆતમાં ગામ ઘણું ગંદુ હતું. વસ્તીમાં મુખ્યત્વે હરિજનો હતા. સડકના અભાવે ચોમાસામાં મુસાફરી કરવી મુશ્કેલ હતી. આજે વર્ધાથી પાકી સડકો બાંધવામાં આવી છે. ટપાલ ઓફિસ અને તાર ઓફિસ ઊઘડી છે. બુનિયાદી શાળા પણ ચાલે છે અને ગામમાં ઠીક પ્રમાણમાં સફાઇ કાર્ય નિયમિત રીતે થાય છે. ગાંધીજીનો આશ્રમ ગામથી એક ફર્લાંગ દૂર છે. આજે સેવાગ્રામ એક પુણ્ય તીર્થ બની ગયું છે. ભારતના વિવિધ ભાગોમાંથી, ઇંગ્લંડ, અમેરિક, ચીન, જાપાન, વગેરે દેશોમાંથી અનેક જિજ્ઞાસુઓ આ પવિત્ર સ્થાનના દર્શને આવે છે. આશ્રમવાસીઓ નીચેનાં અગિયાર વ્રતને શક્ય એટલી રીતે અનુસરે છે: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ, શરીરશ્રમ, અસ્વાદ, ભયવર્જન, સર્વધર્મે સમાનત્વ, સ્વદેશી અને સ્પર્શ ભાવના.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects