न. ब. व.
સૌરાષ્ટ્રનાં જુદા જુદાં રાજ્યોનું એકીકરણ થયા પછી સૌરાષ્ટ્ર સરકારે રક્ષિત ઠરાવેલાં જુનાં સ્મારક. સૌરાષ્ટ્ર રાજ્યે અપનાવેલા અને તેને લાગુ કરાયેલા સને ૧૯૦૪નાં પુરાણાં સ્મારકોના સંરક્ષણધારાની કલમ ૩ ની પેટા કલમ ૧ નીચે મળેલ અધિકારો અન્વયે સરકારે નીચે જણાવેલાં સ્મારકોને રક્ષિતસ્મારકો તરીકે જાહેર કર્યા છે:- મધ્ય સૌરાષ્ટ્ર : ( ૧ ) જૂનો દરબારગઢ-ધોરાજી, ( ૨ ) લાખાફુલાણીનો પાળિયો-આટકોટ, ( ૩ ) ભાડલાની વાવ-ભાડલા, ( ૪ ) જડેશ્વર મહાદેવનો શિલાલેખ-વાંકાનેર, ( ૫ ) નોળમાતા-વાંકાનેર, ( ૬ ) કુબેરવાવ- મોરબી, ( ૭ ) ત્રાંબાના લેખોવાળા દરવાજા-મોરબી, ( ૮ ) સુપેડીનાં મંદિરો-સુપેડી, ( ૯ ) મુનિબાવાનું મંદિર-થાન, ( ૧૦ ) તરણેતર મંદિર-થાન, ( ૧૧ ) સતીનું મંદિર- જેતપુર, ( ૧૨ ) જીતુડીનું મંદિર-જીતુડી અને ( ૧૩ ) દૂધરેજનું મંદિર-દૂધરેજ. ઝાલાવાડ : ( ૧) ભીમોરાની ગુફાઓ-ચોટીલા, ( ૨ ) માધાવાવ-વઢવાણ સીટી, ( ૩ ) ગંગાવાવ-વઢવાણ સીટી, ( ૪ ) શક્તિનું મંદિર-ધ્રાંગધ્રા, ( ૫ ) ગાળાનું મંદિર-ગાળા, ( ૬ ) સ્મશાન પાસેના પાળિયા-હળવદ, ( ૭ ) સુંદરી ભવાનીનું મંદિર-હળવદ, ( ૮ ) માતરી વાવ-કંકાવટી, ( ૯ ) દરવાજાનાં ખંડેર-કંકાવટી, ( ૧૦ ) ચોમુખી વાવ-ચોબારી, ( ૧૧ ) તળાવનું મંદિર-ચોબારી, ( ૧૨ ) ધાંધલપુરની વાવ-ધાંધલપુર, ( ૧૩) પંચાયત મંદિર-પરબડી, દરવાજા-ઝીંઝુવાડા. ગોહિલવાડ ( ૧ ) ગંગાછતરી-ભાવનગર ( ૨ ) ભાવનાથ મહાદેવનું મંદિર-ભાવનગર, ( ૩) જૂનો દરબારગઢ-ભાવનગર, ( ૪ ) તળાજાની ગુફાઓ-તાળાજા, ( ૫ ) સાણાની ગુફાઓ-સાણા, ( ૬ ) ફીરંગી મંદિર-કાલસર, ( ૭ ) જૂની મસ્જિદ-દાઠા, ( ૮ ) ખોડિયાર મંદિર-ખોડિયાર, ( ૯ ) મધુમાતા મંદિર- મહુવા, ( ૧૦ ) વિષ્ણુ મંદિર-મહુવા, ( ૧૧ ) જૂનું ગોપનાથનું મંદિર-ગોપનાથ, ( ૧૨ ) વળાનું જૂનું મંદિર-વળા, ( ૧૩ ) સતસેની-સિહોર અને ( ૧૪ ) બ્રહ્મકુંડ-સિહોર. હાલાર : ( ૧) લાખોટો ટાવર-જામનગર, ( ૨ ) કોઠો-જામનગર, ( ૩ ) જામેમસ્જિદ-જામનગર, ( ૪ ) ખીજડા મંદિર-જામનગર, ( ૫ ) દ્વારકાપુરીનું મંદિર-જામનગર, ( ૬ ) નાગનાથનું મંદિર-જામનગર, ( ૭ ) બિલેશ્વર મહાદેવનું મંદિર-બિલેશ્વર, ( ૮ ) ભુવનેશ્વરની ગુફાઓ-ભુવનેશ્વર, ( ૯ ) પાછતરનું મંદિર- પાછતર. ( ૧૦ ) શીતળાનું મંદિર-કાલાવડ, ( ૧૧ ) સોનકંસારીનું મંદિર-સોનકંસારી, ( ૧૨ ) કાશી વિશ્વનાથ મહાદેવ-હરિયાણા ( ૧૩ ) ભૂચરમોરી મંદિરઃ પાળિયા અને કબર તેમ જ રણક્ષેત્ર-ઘ્રોળ, ( ૧૪ ) જેસલપીરની દરગા-ધ્રોળ, ( ૧૫ ) સેખપટ-અલિયાબાડા, ( ૧૬ ) મીઠોઈ મંદિર-ખંભાળિયા, ( ૧૭ ) મોડપુરનો કિલ્લો મોડપુર, ( ૧૮ ) કિલ્લેશ્વરનો કિલ્લો-કિલ્લેશ્વર, ( ૧૯ ) પીઠડ માતા-પીઠડ, ( ૨૦ ) કણબીમાતા-બાલંભા, ( ૨૧ ) નવઘણ કુઈ-બાલંભા, ( ૨૨ ) જોડિયાનો કોઠો-જોડિયા, ( ૨૩ ) સોનીવાવ-હાથલા અને ( ૨૪ ) પનોતિ મંદિર-હાથલા. સોરઠ : ( ૧ ) જૈનમંદિર-ઉના ( ૨ ) ઉના તળાવ પરનો શિલાલેખ-ઉના, ( ૩) મિણાતલની મસ્જિદ-દેલવાડા-ઉના, ( ૪ ) ગુપ્તપ્રયાગના કુંડ-દેલવાડા-ઉના, ( ૫ ) જૈનમંદિરો-પાટણ, ( ૬ ) પાટણની ગુફાઓ-પાટણ, ( ૭ ) વણેશ્વર મહાદેવનું મંદિર-પાટણ, ( ૮ ) ભદ્રકાળી મંદિર (માતા)-પાટણ, ( ૯ ) ભદ્રકાળીનો શિલાલેખ-પાટણ, ( ૧૦ ) તળાવ-પાટણ, ( ૧૧ ) કામનાથ મહાદેવનું મંદિર-શિલાલેખ સાથે-માંગરોળ, ( ૧૨ ) શ્રીમતી કસ્તૂરબાનું મકાન-પોરબંદર, ( ૧૩ ) સરતાનજીનો ચોરો-પોરબંદર, ( ૧૪ ) માધુપુરનું જૂનું મંદિર-માધુપુર, ( ૧૫ ) જાંબુવંતીની ગુફાઓ-માધુપુર, ( ૧૬ ) મિયાણીનું જૂનું મંદિર-મિયાણી, ( ૧૭ ) વાવ-વીસાવદર, ( ૧૮ ) પંચાયતન મંદિર-વીસાવદર, ( ૧૯ ) પંચાયતન મંદિર-કંટેલા, (૨૦ ) કદવારનું જૂનું મંદિર-કદવાર. પ્રાચીન સ્થળો: ( ૧ ) બાબરા, ( ૨ ) જેતપુર, મધ્ય સૌરાષ્ટ્ર, ( ૩ ) શિયાળ બેટ-જાફરાબાદ, ગોહિલવાડ; ( ૪ ) આમરણ, ( ૫ ) આમરા, ( ૬ ) બેડ, ( ૭ ) વસઈ, ( ૮ ) ભારાણા, ( ૯ ) ભૂચરમોરી-ધ્રોળ, ( ૧૦ ) લાખાબાવળ, ( ૧૧ ) મોડપુર, ( ૧૨ ) મોડ, ( ૧૩ ) નરમાણા, હાલાર; ( ૧૪ ) સાહુનો ટીંબો-પાટણ, ( ૧૫ ) જીલેશ્વર-તાલાળા, ( ૧૬ ) ભીમદેવળ, ( ૧૭ ) નદીનો કાંઠો-જૂનાગઢ, ( ૧૮ ) જૂની બતાલી ગીર, ( ૧૯ ) બુદ્ધવિહાર-ગિરનાર અને ( ૨૦ ) લાખા મેડી- ગિરનાર, સોરઠ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.