સ્વરૂપધૃતિ

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

સ્થિતિસ્થાપકતા; પોતાનું મૂળરૂપ ધારણ કરવું તે; ‘ઈલેસ્ટીસિટી’ કિશોરીલાલ મશરુવાળા લખે છે કે, સર્વ ચીજોમાં રહેલા અહંકારમાં બે સામાન્ય ધર્મો પરખાઈ આવે છે: (૧) આઘાત સામે પોતાનું સ્વરૂપ કાયમ રાખવાની શક્તિ અને (૨) સામો આઘાત ( પ્રત્યાઘાત ) કરવાની શક્તિ. મનુષ્ય કે પ્રાણીનો યે અહંકાર આથી કશું વિશેષ કરતો નથી. એ જેમાં પોતાની અસ્મિતા માને છે તેમાં ફરક ન પડવા દેવા અને કોઈ તેમાં ફરક પાડવા આવે તો પ્રત્યાઘાત આપવા જે બળ ખપે છે તે જ તેનો અહંકાર છે. પછી એ અસ્મિતા શરીરને લગતી હોય કે કુટુંબ, સમાજ કે દેશને લગતી હોય. કે વાણી કે વિચારને લગતી હોય. નાના મોટા જડ પદાર્થો પણ આવી સ્વરૂપધૃતિ અને પ્રત્યાઘાતની શક્તિ ધરાવે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects