સ્વરૂપાસિદ્ધહેત્વાભાસ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( ન્યાય ) હેત્વાભાસનો એક પ્રકાર; જ્યારે હેતુનું સ્વરૂપ જ ખોટું હોય ત્યારે થતો હેત્વાભાસ, પોતાના પક્ષમાં રહેતો નથી તે હેતુ. જેમકે, શબ્દગુણ હોવાને યોગ્ય છે. ચાક્ષુષ હોવાથી – અર્થાત્ ચક્ષુ ઇંદ્રિયજન્ય ચાક્ષુષ પ્રત્યક્ષનો વિષય હોવાથી, રૂપ ગુણની પેઠે આ અનુમાનમાં ચાક્ષુષત્વરૂપ હેતુ શબ્દ રૂપ પક્ષમાં વર્તતો જ નથી. કેમકે, શબ્દ ચક્ષુ ઇંદ્રિયજન્ય ચાક્ષુસ પ્રત્યક્ષ હોતો નથી, પણ શબ્દનો શ્રોત ઇંદ્રિયજન્ય શ્રવણપ્રત્યક્ષનો જ વિષય હોય છે. માટે ચાક્ષુષત્ય રૂપ હેતુ શબ્દરૂપ પક્ષમાં અવૃત્તિ હોવાથી સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. આ સ્વરૂપાસિદ્ધ હેતુનું જ્ઞાન પરામર્શનું પ્રતિબંધક થાય છે. એ સ્વરૂપાસિદ્ધ હેતુ (૧) શુદ્ધાસિદ્ધ, (૨) ભાગાસિદ્ધ, (૩) વિશેષણાસિદ્ધ અને (૪) વિશેષ્યાસિદ્ધ એમ ચાર પ્રકારનો છે. તેમાં (૧) શુદ્ધાસિદ્ધ : જે હેતુ પોતાના પક્ષ માત્રમાં સ્વરૂપથી રહેતો નથી તે હેતુ શુદ્ધાસિદ્ધ કહેવાય છે. જેમ ઉપર કહેલો ચાક્ષુષત્વ હેતુ શબ્દ માત્રામાં સ્વરૂપથી રહેતો નથી, માટે એ ચાક્ષુષત્વ હેતુ શુદ્ધાસિદ્ધ કહેવાય છે. (૨) ભાગાસિદ્ધ : જે હેતુ પોતાના પક્ષના એક ભાગમાં રહે છે અને એક ભાગમાં નથી રહેતો તે હેતુ ભાગાસિદ્ધ કહેવાય છે. જેમ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, એ ચાર ભૂતોના પરમાણુઓ નિત્ય છે, ગંધ ગુણવાળા હોવાથી, આ અનુમાનમાં ર્પથ્વી આદિક ચારે ભૂતોના પરમાણુ પક્ષ છે, તે સર્વપક્ષમાં તે ગંધર્વત્ત્વરૂપ હેતુ રહેતો નથી, પણ કેવળ પાર્થિવ પરમાણુઓ વિષે જ એ ગંધવત્ત્વ રહે છે. માટે તે સર્વ પરમાણુરૂપ પક્ષના જલાદિ પરમાણુરૂપ એક ભાગમાં આવૃત્તિ હોવાથી એ ગંધવત્ત્વહેતુ ભાગાસિદ્ધ કહેવાય છે. (૩) વિશેષણાસિદ્ધ : જે હેતુનું વિશેષણ પક્ષમાં આવૃતિ હોય તે વિશેષણાસિદ્ધ કહેવાય છે. જેમ વાયુ પ્રત્યક્ષ હોવાને યોગ્ય છે, રૂપવાળો હોઈને સ્પર્શ ગુણવાળો હોવાથી ઘડાની પેઠે અ અનુમાનમાં રૂપવત્ત્વ વિશિષ્ટ સ્પર્શવત્ત્વ હેતુ છે. તેમાં વાયુરૂપ પક્ષ વિષે જો કે સ્પર્શત્ત્વ વિશેષ્યનો રહે છે. પણ રૂપવત્ત્વ વિશેષણ રહેતું નથી અને જ્યાં વિશેષણનો અભાવ હોય છે, ત્યાં વિશેષણ વિશિષ્ટનો પણ અભાવ હોય છે. માટે એ રૂપવત્ત્વ વિશિષ્ટ સ્પર્શવત્ત્વરૂપ હેતુ વિશેષણાસિદ્ધ કહેવાય છે. (૪) વિશેષ્યાસિદ્ધ : જે હેતુનો વિશેષ્યભાગ પક્ષમાં રહેતો નથી તે હેતુ વિશેષ્યાસિદ્ધ કહેવાય છે જેમ ઉપર કહેલા અનુમાનમાં જ સ્પર્શવાળો હોઈને રૂપવાળો છે તથા એવી રીતે સ્પર્શત્ત્વ વિશિષ્ટ રૂપવત્ત્વ હેતુ રાખવાથી વાયુ રૂપ પક્ષમાં રૂપવત્ત્વ વિશેષ્યનો અભાવ હોવાથી આખા વિશિષ્ટ હેતુનો પણ અભાવ જ થશે. માટે સ્પર્શવત્ત્વ વિશિષ્ટ રૂપવત્ત્વ હેતુ વિશેષ્યસિદ્ધ કહેવાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects