स्त्री.
[ સં. ]
જીભ; રસની ઇંદ્રિય; સ્વાદ પારખનાર ઇંદ્રિય. આ ઇંદ્રિયનું સ્થાન જીભ અને તાળવાનો પોચો ભાગ છે. પદાર્થ ઓગળી સ્વાદેંદ્રિયના સ્થાનને અડે છે તેથી સ્વાદ આવે છે ઘણીવાર આપણે સ્વાદમાં ગંધને ભેળવી દઈએ છીએ. કેસરનો સ્વાદ સારો કહીએ છીએ તે મુખ્યત્વે ગંધ ઉપરથી કહીએ છીએ. એમ મનાય છે કે, જો ગંધની ઇંદ્રિય નાશ પામી હોય તો ડુંગળી અને સફરજન જીભ ઓળખતી નથી. ગાંધીજી લખે છે કે, બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો સ્વાદેંદ્રિયની ઉપર કાબૂ મેળવવો જ જોઈએ. જો સ્વાદને જિતાય તો બ્રહ્મચર્ય અતિશય સહેલું છે, એ મેં જાતે અનુભવ્યું છે. તેથી હવે પછીના મારા ખોરાકના પ્રસંગો કેવળ અન્નહારની દૃષ્ટિએ નહિ, પણ બ્રહ્મચર્યની દૃષ્ટિ એ થવા લાગ્યા. ખોરાક ઓછો, સાદો, મસાલા વિનાનો, ને કુદરતી સ્થિતિમાં ખાવો જોઈએ એ મે પ્રયોગો કરી અનુભવ્યું.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ